શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ, ગુરુ નાનક દેવજીની 557મી જન્મજયંતિના પવિત્ર અવસર પર ખંડેરાવ માર્કેટ પાસે નાનકવાડી વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતેથી ઉજવણી...

વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે નાનકવાડી વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતેથી આ ઉજવણીના ભાગરૂપે એક વિશાળ નગર કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નગર કીર્તન યાત્રામાં શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબને સુંદર રીતે શણગારેલી પાલખીમાં બિરાજમાન કરીને શહેરના મુખ્ય માર્ગો પર ફેરવામાં આવી હતી. અને આજે પાંચ નવેમ્બર ના રોજ ગુરુ નાનક દેવજીની 557મી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે

આજે નાનકવાડી ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કયું હતું સાથે નાનક વાડી ખાતે લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ લંગરમાં હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદીનો લાભ લેશે





Reporter: admin







