News Portal...

Breaking News :

શ્રી ગણેશ મિત્ર મંડળ દ્વારા શ્રીજીની સ્થાપનાના રજત જયંતી મહોત્સવની ઉજવણી

2025-08-30 16:59:51
શ્રી ગણેશ મિત્ર મંડળ દ્વારા શ્રીજીની સ્થાપનાના રજત જયંતી મહોત્સવની ઉજવણી


શહેરના રાજમહેલ રોડ સ્થિત દયાળભાઉના ખાંચામાં શ્રી ગણેશ મિત્ર મંડળ દ્વારા શ્રીજીની સ્થાપનાના રજત જયંતી મહોત્સવની ઉજવણી 





હાલ સમગ્ર સંસ્કારી નગરી વડોદરા શહેર શ્રીજીમય બન્યું છે ત્યારે શહેરના રાજમહેલ રોડ સ્થિત દયાળભાઉના ખાંચામાં આ વર્ષે શ્રીજીની સ્થાપનાના 25મા વર્ષે રજતજયંતી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે.અહી વર્ષ 2001 થી દર વર્ષે અલગ અલગ થીમ આધારિત શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે જેમાં દેશભક્તિ, ઐતિહાસિક, ધાર્મિક તથા સમાજને કોઇક ને કોઇક સારો સંદેશો આ થીમો આધારિત આપવામાં આવ્યો છે 


ત્યારે આ વર્ષે રજત જયંતી મહોત્સવ નિમિત્તે શ્રીજીને ભગવાન વિષ્ણુ સ્વરૂપ સાથે શણગાર કરવામાં આવી રહ્યો છે સાથે જ પ્રતિદિન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.શ્રી ગણેશ મિત્ર મંડળના તમામ સભ્યો દ્વારા એકતાના પરિચય સાથે શ્રીજીની પ્રતિમાની પસંદગી,થીમ, ડેકોરેશન, તથા આગમન થી વિસર્જન સુધી ખૂબ મહત્વની સેવા આપવામાં આવી રહી છે આ રજતજયંતી મહોત્સવ એ એકતા, શ્રીજીની સ્થાપના તથા ઉજવણીના 25 વર્ષને મનાવી રહ્યું હોવાનું મંડળના આગેવાન દેવાંગ પટેલે જણાવ્યું હતું.

Reporter: admin

Related Post