News Portal...

Breaking News :

સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

2025-08-08 12:30:28
સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં રક્ષાબંધન પર્વની ઉજવણી


વડોદરા : સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં ફરજ બજાવતી નર્સોએ સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.



આવતીકાલે 9 ઓગસ્ટ એટલે રક્ષાબંધન ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે.  રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે. 


ત્યારે વડોદરા શહેર કયા જી હોસ્પિટલ ના ઓર્થોપેડિક વિભાગમાં નર્સો દ્વારા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતી સિસ્ટરો પોતાના ભાઈને રાખડી બાંધવા ન જઈ શકતી હોય અને આજે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની બહેનો રાખડી બાંધવા માટે ન આવી શકતી હોય તેવા ભાઈઓ માટે ઓર્થોપેડિક વિભાગની સિસ્ટરો એ રાખી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post