News Portal...

Breaking News :

સુરતમાં જીનલની ગાડીના બોનેટ પર બેસીને બર્થ ડેની ઉજવણી: પોલીસે ગુનો નોંધ્યો ફરી એકવાર દારૂ અને હુ

2024-10-26 17:18:18
સુરતમાં જીનલની ગાડીના બોનેટ પર બેસીને બર્થ ડેની ઉજવણી: પોલીસે ગુનો નોંધ્યો ફરી એકવાર દારૂ અને હુ


સુરત:  સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જીનલ દેસાઇ ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. થોડા દિવસ પહેલાં જન્મ દિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. 


જીનલે ગાડીના બોનેટ પર બેસીને બર્થ ડેની ઉજવણી કરી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. એ મામલો હજુ શાંત પડ્યો નથી ત્યાં તો ફરી એકવાર દારૂ અને હુક્કાની પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જીનલ દેસાઇ સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા સાયલન્ટ ઝોનની હોટલમાં બુટલેગર સહિત ચાર લોકો સાથે હુક્કા અને દારૂની મહેફિલ માણતી નજરે પડે છે. ગત મંગળવારે (22 ઓક્ટોબર) ના રોજ મોડલ કક્ષા સરવાણીનો જન્મ દિવસ હોવાથી તેનો ભાઇ મિહિર સરવાણી, ભરત મહેતા અને જીનલ દેસાઇ હોટલના રૂમમાં પાર્ટી માણી રહ્યા હતા. 


વીડીયોમાં સ્પષ્ટપણે દારૂના ગ્લાસ અને હુક્કાના ધુમાડા ઉડતા જોવા મળે છે. બર્થ ડે પાર્ટીનો આ વીડિયો વાયરલ થતાં ડુમસ પોલીસે જીનલ દેસાઇ સહિત ચાર લોકો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ડુમસ સાયલન્ટ ઝોનની બેલિઝિયા હોટેલમાં દારૂ અને હુક્કાની મહેફિલ માણનારા બુટલેગર અને કહેવાતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જીનલ દેસાઈ સહિત 4 સામે ડુમસ પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર 22મીએ ટેક્સટાઇલમાં મોડલિંગ કરતી કક્ષા રમેશ સરવાણી (રહે. અમદાવાદ ) સામે ગુનો નોંધ્યો છે .

Reporter: admin

Related Post