વડોદરા ઇસ્કોન મંદિર ખાતે થયેલી ચોરીના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે જેના પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે કોઈ એક વ્યક્તિએ આ ચોરીને અંજામ આપ્યો છે.
શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિરમાં દોઢ લાખ ઉપરાંતની ચોરી થઈ હતી જોકે જોવા જેવી બાબત એ હતી કે અત્યંત સિક્યુરિટી વચ્ચે પણ કોઈક ઈસમ ભગવાનનો શણગાર અને સોના ચાંદીના ઘરેણા ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ કમિશનર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે દરમિયાન તેના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે જેમાં એક ઇસમ થેલો લઈને બહાર જતા નજરે પડે છે
આ ઈસમ એક થેલો ખાલી લઈને આવે છે અને તેમાં જેટલો સામાન ભરાય તેટલો ભરીને પરત જતો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે જાણવા મળ્યા મુજબ આ કોઈ જાણ ભેદો જ હોવો જોઈએ કારણ કે તેણે માત્ર ગર્ભ ગૃહનો જ દરવાજો તોડ્યો હતો અને તેમાંથી સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી. ત્યારે હાલ પોલીસે સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી છે
Reporter: