- ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આવા કિસ્સામાં સુપરવિઝન કરવાનું હોય તેઓ પણ જવાબદારી ચૂક્યા..
- ક્રાઇમ, એસ ઓ જી,પી સી બી,સ્ટેટ આઈ.બી અને સેન્ટ્રલ આઈ. બી ઉંઘતું ઝડપાયું
ચાલો તો હવે આજનો મોસ્ટ વોન્ટેડ અને રાષ્ટ્રદ્રોહી ગુનેગાર જેની સાથે જોડાયેલો છે એ રસપ્રદ ઘટનાની વિગતે વાત કરીએ.
એ દિવસ હતો તા.૧૧ મી જૂન,૧૯૮૩ નો. ત્યારે વડોદરા દિલ્હી મુંબઈ ને જોડતો નેશનલ હાઇવે નં.૮ વાહનો થી ધમધમતો હતો.
પસાર થતા વાહનોમાં એક હોન્ડા સિટી કાર હતી જેમાં દાઉદ હસન શેખ ઇબ્રાહિમ, હાજી ઈસ્માઈલ સુબનીયા,અલી અબ્દુલ્લા અંતુલે અને ઇબ્રાહિમ મહંમદભાઈ ,આ ચાર મુસાફરો સવાર હતા.
તે પૈકી હાજી સુબનિયા પાસે બિન અધિકૃત રિવોલ્વર હતી.અકસ્માતે તેમાં થી ગોળી છૂટી અને આરોપી હાજીના ડાબા હાથે અને દાઉદ હસનને ગળાના ભાગે ઇજા થઇ.
આ લોકોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને પોલીસની પૂછપરછ અને તપાસમાં ઇટાલીની બનાવટની ત્રણ પિસ્તોલ,૭/૬૫ એમ.એમ.ની પિસ્તોલ,૭/૬૨ એમ.એમ.ની ચાઇના મેડ પિસ્તોલ અને અન્ય બે રિવોલ્વર મળી કુલ ૫ રિવોલ્વર અને જીવતા કારતૂસ જેવી દારૂગોળા ની સામગ્રી મળી આવી હતી. કાર ની સીટ નીચે ફૂટેલા કારતૂસ મળી આવ્યા હતા.આ બધા શસ્ત્રો બિન અધિકૃત એટલે કે પરવાના વગરના હતા.
આ ઉપરાંત આરોપી ઇબ્રાહિમની સઘન પૂછતાછ દરમિયાન સયાજીગંજ વિસ્તારમાં જગદીશ લોજમાં રૂમ નંબર 23 ભાડે રાખી ને રોકાયો હતો ત્યાંથી છુપાવેલા અન્ય ઘાતક શસ્ત્રો મળી આવ્યા હતા.
આટલી મોટી સંખ્યામાં એ સમયે ઘાતક અને બિન પરવાના ના શસ્ત્રો મળવા એ ખુબજ ગંભીર ઘટના ગણાય.આ લોકો શસ્ત્રોના વેપલો કે અન્ય કોઈ મોટું કાંડ કરવાના ઇરાદે આવ્યા હોવા જોઈએ.
જો કે આ દિશામાં કોઈ સઘન તપાસ થયાનું રેકોર્ડ પર જણાતું નથી.
તપાસ પહેલા મકરપુરા પોલીસ સ્ટેશન પાસે હતી.ચાર્જશીટ પણ મકરપુરા પોલીસે કોર્ટમાં રજુ કરી હતી.ત્યારબાદ કોર્ટના આદેશથી સયાજીગંજ પોલીસ સ્ટેશને તપાસ સંભાળી હતી
દાઉદ હસન શેખ ઇબ્રાહિમ, હાજી હાજી ઈસ્માઈલ સુબનીયા,અલી અબ્દુલ્લા અંતુલે અને ઇબ્રાહિમ મહંમદભાઈ ,FIR NO, 541/1984
આ લોકો સામે આર્મ્સ એક્ટ અને મુંબઈ પોલીસ ધારાની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.કેસની તપાસ સયાજીગંજ પોલીસ મથકના અધિકારી ને સોંપવામાં આવી હતી.
તેમણે ચાર્જશીટ દાખલ કરી હતી.આ બધી કાર્યવાહી દરમિયાન આરોપી હાજી સુબનિયા ગુજરી જતાં એમનું નામ કમી થઈ ગયું હતું.
તે પછી વર્ષોના વર્ષો વીતી ગયા.આરોપીઓ જામીન પર છૂટ્યા પછી ફરીથી દેખાયા જ નહિ. સયાજીગંજ માં થી તપાસ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગઈ.
તમામ આરોપીઓ સામે તબક્કાવાર ૭૦ ના વોરંટ નીકળ્યા. પોલીસ ઇન્સ્પેક્ટર મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા તરફથી રિપોર્ટ રજૂ કરવામાં આવેલ છે. જેમાં તેઓ જણાવે છે કે સદર ગુનાના કામનું ચાર્જશીટ પીઆઇ કરી હતી અને ગુનાના કામના ફરિયાદી જેસી ઝાલા પીઆઇ મરણ ગયેલ હોવાનું જાણવા મળે છે. તેમજ આ કામના સાહેબો તથા આરોપીઓ નજીકના ભવિષ્યમાં મળી આવે તેવી સંભાવના નથી તેમજ ગુનો ઘણા લાંબા સમયથી નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે. આમ આરોપીઓ સાહેદો નજીકના ભવિષ્ય મળેલ આવે તેવી શક્યતા ન હોય જેથી સોગંદનામું રજૂ કરવામાં આવેલ છે. તપાસ કરનાર અમલદારોએ રૂબરૂમાં જઈને સમન્સ વોરંટી બજવણી કરવા માટે પણ જણાવવામાં આવેલ છે પરંતુ આરોપીઓને કોર્ટ હાજર કરી શકેલ નથી. તપાસ કરનારા અમલદાર દ્વારા ઘી આમર્સ એક્ટની કલમ 39 મુજબ કલેકટર સાહેબનાઓની પણ પરવાનગી લેવામાં આવેલ નથી. જેથી તપાસ કરનાર અમલદાર દ્વારા તેઓની કામગીરીમાં બેદરકારી દાખવેલ હોવાનું જણાઈ આવેલ હોય.
જો કે વડોદરા કે ગુજરાત પોલીસને એમનું પગેરું મળ્યું જ નહિ.મુંબઈ પોલીસની મદદ કે સી.ની.આઈ.ની અને અન્ય રાષ્ટ્રીય/ આંતર રાષ્ટ્રીય ગુનાશોધન સંસ્થાઓની મદદ લઈ શકાય હોત.લીધી કે નહિ એની ખબર નથી.
આખરે ૩૯ વર્ષ પછી આ કેસની ફાઈલ પરથી ઢગલો ધૂળ ખંખેરવામાં આવી.જો કે આ ધૂળ તપાસ આગળ વધારવા માટે નહિ પણ કેસ બંધ કરવા માટે ખંખેરવામાં આવી હતી.
આ સમયે એક નવી વાત બહાર આવી. શસ્ત્ર ધારા હેઠળ ગુનો નોંધવા માટે તે સમયે કલેકટરશ્રી ની મંજુરી લેવી જરૂરી હતી.તપાસ અધિકારીએ એ લીધી જ ન હતી!! કેસનો આખો પાયો જ હલી ગયો.ઉપરથી આરોપીઓ કે તેમના જમીનદારોને જાણે કે જમીન ગળી ગઈ.એટલે ઉપરોક્ત બે કારણોસર આ કેસ પર પૂર્ણ વિરામ મૂકવાનો અદાલતી આદેશ મેળવવામાં આવ્યો અને પ્રકરણ સમાપ્ત થયું.
કેસની વિગતો જોતાં જણાય છે કે દાઉદ ઇબ્રાહિમ તે સમયે કાઠું કાઢી રહ્યો હતો.તણખલું ઉગીને તાડ બનવાના રસ્તે હતું.તે સમયે ગુજરાત અને મુંબઈ પોલીસ તથા કેન્દ્રીય એજન્સીઓ એ સંયુક્ત કાર્યવાહી કરી હોત તો કદાચ ડોનને કદ પ્રમાણે વેતરી શકાયો હતો.
કમનસીબે આ ના થયું અને દેશના માથે એક દેશદ્રોહી ઘાતકી ગુનેગાર લગાઈ ગયો જેના વરવા કારસ્તાન આજે પણ દૂઝતા ઝખમ જેવી પીડા આપે છે.એટલે જ કહેવાય છે કે ગુનો અને ગુનેગારને ઉગતા જ ડામવા સારા...
Reporter: News Plus