News Portal...

Breaking News :

સાત લાખના તોડમાં બોગસ પત્રકાર અશોક દુબે આણી મંડળી સામે ગુનો દાખલ

2025-06-12 13:57:05
સાત લાખના તોડમાં બોગસ પત્રકાર અશોક દુબે આણી મંડળી સામે ગુનો દાખલ


વડોદરા : શહેરની મકરપુરા જીઆઇડીસી માંથી સ્ક્રેપની ચોરી કરતી ગેંગને રોકીને બોગસ પત્રકાર આણી મંડળીએ સાત લાખનો તોડ કરતા હોવાના કિસ્સામાં માંજલપુર પોલીસમાં બોગસ પત્રકાર અશોક દુબે સામે ખંડણી ઉઘરાવવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 


ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ઘરોબો ધરાવતા હોવાથી કેટલાક પોલીસ અધિકારીઓ સામે ખોટી રીતે તપાસ કરાવી તેઓ સામે કાર્યવાહી કરાવી હતી તો બીજી બાજુ મકરપુરા, પોર વિસ્તારમાં આવેલી કેટલીક કંપનીઓ પાસેથી પણ લાખો રૂપિયા પડાવ્યા હોવાની વિગતો બહાર આવી છે.બોગસ પત્રકાર અશોક દુબે આણી મંડળી સામે ભૂતકાળમાં અનેક આરોપો મુકાયેલા છે. વરણામા પોલીસના કર્મચારીઓને પણ ઉચ્ચ અધિકારીઓ સાથે મારે સંપર્ક છે તેમ કહી લાખો રૂપિયાની માંગણી કરી બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તે સમયના પોલીસના ડી સ્ટાફે યોગ્ય વ્યવહાર નહીં કરતા જિલ્લાના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરીને ડી સ્ટાફની અને પીએસઆઇની સામે તપાસ કરાવી હતી. 


જેના કારણે એક પીએસઆઇનું પ્રમોશન અટવાઈ ગયું હતું. અશોક દુબેની મોડેસ ઓપરેન્ડીએ પ્રકારની હતી કે ગુજરાતના અને વડોદરા શહેર અને જિલ્લાના ઉચ્ચ પોલીસઅધિકારીઓ સાથે ફોટા પડાવીને મકરપુરા વરણામા અને પોરની કંપનીઓને દમ મારીને લાખોનો તોડ કરતો હતો. સાત લાખના તોડમાં બોગસ પત્રકાર અશોક દુબે આણી મંડળી સામે ગુનો દાખલ થયો છે ત્યારે મકરપુરા વિસ્તારની અનેક કંપનીઓનો સંચાલકોએ પોલીસને ફોન કરીને રજૂઆત કરી છે કે આ બોગસ પત્રકારએ નાની નાની ભૂલોની સામે ગેરકાયદે રીતે અમારી પાસેથી મોટી રકમ પડાવી છે. મીડિયાના નામે ગમે ત્યારે દમ મારીને પૈસા પડાવે છે. પણ પોલીસ પાસે આ અંગેની કોઈ ફરિયાદ નહીં આવતા. અશોક દુબે અત્યાર સુધી બચી જતો હતો. અશોક દુબે સાથે એની ટોળકીના અન્ય સભ્યો સામે પણ અને આરોપો મુકાયેલા છે.

Reporter: admin

Related Post