વડોદરા: આજવા વાઘોડિયા રીંગરોડ પર પોલીસે એક રેસ્ટોરામાંથી બાળમજૂરને છોડાવી સંચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.

વડોદરા પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ કરીને સગીર વયના બાળકો પાસે મજૂરી કામ કરાવી શોષણ કરતા દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડભોઇ દશાલાડ ભવન સામે હરિગંગા એપાર્ટમેન્ટમાં બોમ્બે પંજાબી ખાના નામની રેસ્ટોરાંમાં આવી જ રીતે પોલીસે ચેકિંગ કરતા એક બાળમજૂર મળી આવ્યો હતો. જેથી તેનું રેસ્ક્યુ કરી સંચાલક પપ્પુ ભોગીરામ વાઘેલા (પ્રીતમ નગર, વાઘોડિયા રોડ વડોદરા મૂળ રાજસ્થાન)ની અટકાયત કરી હતી.

Reporter: admin