વડોદરા: ફતેગંજ બ્રિજ પાસે ગઈકાલે મોડી રાત્રે થયેલા અકસ્માતમાં કારનો ભયંકર કચ્ચરઘાણ થયો હતો. માનવામાં આવી રહ્યું છે કે, જરૂરીયાત કરતાં વધુ ઝડપે જતા કાર ડ્રાઇવરનું સ્ટિયરિંગ પરથી નિયંત્રણ જતું રહેતા કારનો અકસ્માત સર્જાયો હતો.
અથડામણ એટલી તીવ્ર હતી કે, ટેક્સી પાસિંગ કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ચૂરચૂર થઈ ગયો. ઘટના દરમિયાન રસ્તા પર ક્ષણિક ટ્રાફિક જામ થયો હતો. સદનસીબે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. ગાડીમાં માત્ર ડ્રાઇવર સવાર હોવાનું જાણવા મળ્યું હતું. કાર રોંગ સાઈડ આવતી હોવાનું અનુમાન છે.
Reporter: admin







