News Portal...

Breaking News :

અમદાવાદ-મુંબઈ હાઇવે પર કારમાં આગ

2025-09-18 15:25:09
અમદાવાદ-મુંબઈ હાઇવે પર કારમાં આગ


વડોદરાની ગોલ્ડન ચોકડીથી દુમાડ વચ્ચે મોડી રાતે કારમાં આગ લાગી કારચાલકનો આબાદ બચાવ 



વડોદરા પાસેના હાઇવે ઉપર ગઈકાલે રાત્રે એક કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. અમદાવાદ-મુંબઈ હાઇવે ઉપર વડોદરા નજીક ગોલ્ડન ચોકડીથી દુમાડ ચોકડી વચ્ચે પસાર થતી કારમાંથી ધુમાડા નીકળતા ચાલકે કાર એક બાજુએ પાર્ક કરી હતી અને ઝડપભેર તેમાંથી ઉતરી ગયા હતા. 


ત્યારબાદ થોડી જ વારમાં આખી કાર આગમાં લપેટાઈ ગઈ હતી. જેથી વાહન ચાલકોમાં પણ ગભરાટ ફેલાયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ફાયર બ્રિગેડ આવી જતા આગ કાબુમાં લઈ લેવામાં આવી હતી. પોલીસ પણ આવી ગઈ હતી અને ટ્રાફિક રાબેતા મુજબનો કરાવ્યો હતો.

Reporter: admin

Related Post