વડોદરા : હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા વધુ એક વખત વોર્ડ નંબર 16 ના રહીશો માટે સરકારની વિવિધ યોજનાઓનો આયોજિત કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

વડોદરા શહેરના વોર્ડ નંબર 16 માં છેલ્લા નવ વર્ષથી હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે. જેમાં કુવારીકા દીકરીઓ માટે કાર્યક્રમ હોય, સરકારી શાળામાં ભણતી દીકરીઓ માટે વિવિધ પ્રવાસનું આયોજન, જે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવી દીકરીઓની શાળાની ફી ભરવી, વિસ્તારના રહીશોને વિવિધ મ્યુઝિયમની મુલાકાત સહિત વિસ્તારના નાગરિકોને પોતાના ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તેવા આશિષ સાથે વિવિધ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે.

ત્યારે ગત રવિવારથી વધુ એક વખત ત્રણ રવિવાર સુધી એટલે કે આગામી બીજી માર્ચ સુધી વિસ્તારના નાગરિકો માટે આધાર કાર્ડમાં સુધારા વધારા, આયુષ્માન કાર્ડ, રેશનીંગ કાર્ડમાં ekyc સહિતનો કેમ્પ આયોજન કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ભાગ લીધો હતો. સદર કેમ્પમાં વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિસ્તારના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ દ્વારા પણ વોર્ડ નંબર 16 ના 70 વર્ષના રહીશોને આયુષ્માન કાર્ડ નો લાભ મળી રહે તેના માટે આયુષ્માન કાર્ડ કેમ્પ કરવા સહભાગી બન્યા હતા ત્યારે આ પ્રસંગે હિરેન મોદી મિત્ર મંડળ વતી વૈદેહી મોદીએ વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિસ્તારના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા સહિત વિસ્તારના તમામ નાગરિકો ઉપરાંત સરકારી કચેરીઓના કેમ્પમાં મદદરૂપ થવા આવેલ તમામ કર્મચારીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.



Reporter: admin