News Portal...

Breaking News :

વિવિધ જિલ્લાના ગામોમાં તાલુકા અને સીમા બદલવાના પ્રસ્તાવને મંત્રીમંડળે મંજૂરી આપી

2025-10-07 16:22:20
વિવિધ જિલ્લાના ગામોમાં તાલુકા અને સીમા બદલવાના પ્રસ્તાવને મંત્રીમંડળે મંજૂરી આપી


ગાંધીનગર:  રાજ્ય સરકારે 17 નવા તાલુકાની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આજે કેબિનેટ મળેલી બેઠકમાં વધુ એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. 


24 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર કરાયેલા નવા 17 તાલુકા બાદ હવે વિવિધ જિલ્લામાં આવેલા કેટલાંક ગામોમાં તાલુકા અને સીમા બદલવાના પ્રસ્તાવને મંત્રીમંડળે મંજૂરી આપી છે. તેમજ ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ (ચીખલોડ)ના બદલે 'ફાગવેલ' રાખવા માટે પણ કેબિનેટ બેઠકે મંજૂરી આપી હતી.આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યના મોટા ક્ષેત્રફળ ધરાવતા તાલુકાઓમાં ભૌગોલિક અંતરના કારણે નાગરિકોને વહીવટી કામો અર્થે તાલુકા મુખ્ય મથક પર આવવા જવા માટે સમય, શક્તિ અને નાણાનો વ્યય થાય છે. આ પરિસ્થિતિના ઉકેલ માટે અને પ્રજાને ત્વરીત સેવા મળી રહે, વિકાસની પ્રક્રિયા ઝડપી બને તે માટે રાજ્ય સરકાર દ્વારા 24 સપ્ટેમ્બરના જાહેરનામાથી ખેડા, સુરત અને મહીસાગર જિલ્લામાં અનુક્રમે ફાગવેલ, અરેઠ, ગોધર અને કોઠંબા તાલુકાની રચના કરવામાં આવી.


આ નિર્ણયના સંદર્ભમાં કલેક્ટર અને સરકારને મળેલી વિવિધ રજૂઆતો, નાગરિકોની લાગણીઓ અને વહીવટી અનુકૂળતા ધ્યાને લઈ તાલુકાના ગામોમાં કેટલાક વાજબી ફેરફાર કરવામાં આવ્યા છે. કલેક્ટર સુરત, મહિસાગર અને ખેડા ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડીને આ નિર્ણય અમલી બનાવવામાં આવશે.

કપડવંજ-કાપડીવાવ-ફાગવેલનો મેપ.
સુરત જિલ્લાના 8 ગામમાં ફેરફાર કરવામાં આવ્યા સુરત જિલ્લાના માંડવી તાલુકાના 8 ગામમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા તાલુકા માળખા અનુસાર આ ગામોને વહીવટી રીતે નવી સીમામાં સામેલ કરવામાં આવ્યા છે. તે જ રીતે, ખેડા જિલ્લામાં ફાગવેલ અને કપડવંજ તાલુકામાં કુલ 11 ગામમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

Reporter: admin

Related Post