પ્રદેશ પ્રવક્તા, ગુજરાત પ્રદેશ દ્વારા મુખ્ય વક્તા તરીકે બજેટ 2024 ની વિસ્તૃત માહિતી આપી...
ભારતીય જનતા પાર્ટી , વિવિધ સેલ દ્વારા માં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા હાલ માંજ રજૂ થયેલ બજેટ 2024 ને જન જન સુધી પહોંચાડવા ના આશય થી વડોદરા મહાનગર માં બજેટ 2024 વિશ્લેષણ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.
જેમાં યમલભાઈ વ્યાસ,પ્રદેશ પ્રવક્તા, ગુજરાત પ્રદેશ દ્વારા મુખ્ય વક્તા તરીકે બજેટ 2024 ની વિસ્તૃત માહિતી આપી હતી કાર્યક્રમ માં મોટી સંખ્યા વિવિધ સેલ ના હોદેદારો પદાધિકારીઓ અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા
વડોદરા મહાનગર અધ્યક્ષ ડો.વિજય શાહ ના માર્ગદર્શન હેઠણ બજેટ 2024 અંતર્ગત વિશ્લેષણ કાર્યક્રમ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી ના દીપ ઓડિટોરિયમ નિઝામપુરા ખાતે યોજાયો હતો જેમાં વડોદરા ના સાંસદ ડો .હેમાંગ જોષી, ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયા, તથા મોટી સંખ્યા માં પધારેલા પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા સમગ્ર કાર્યક્રમ નું આયોજન ભાજપ વડોદરા મહાનગર ના વિવિધ સેલ દ્વારા કરાયું હતું આ કાર્યક્રમ માં બજેટ અંગે પ્રદેશ પ્રવક્તા યામલભાઈ વ્યાસ એ બજેટ 2024-2025 વિશ્લેષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમ મોટી સંખ્યા માં પ્રબુદ્ધ નાગરિકો અને ભાજપા ના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: