નવી દિલ્હી: ભારત યુવાનોના દેશ તરીકે ઓળખ છે, પરંતુ તાજેતરના જ એક અહેવાલ અનુસાર ભારત હવે ધીમે ધીમે વૃધ્ધોનો દેશ બની રહ્યો છે.
હાલમાં જ કેંદ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ‘યુથ ઇન ઇન્ડિયા 2022’ રિપોર્ટ દર્શાવે છે કે ભારતમાં વૃદ્ધોની વસ્તી ઝડપથી વધી રહી છે. આ રિપોર્ટમાં અંદાજ છે કે 2036 સુધીમાં ભારતની વસ્તીમાં યુવાનોની સંખ્યા ઘટીને 22.7% થઈ જશે. ગયા વર્ષે જ યુનાઇટેડ નેશન્સે ‘ઇન્ડિયા એજિંગ રિપોર્ટ 2023’ જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે 2050 સુધીમાં, ભારતની વસ્તીમાં વૃધ્ધોની સંખ્યા 20.8% હશે. આ સ્થિતિમાં 2050 સુધીમાં, ભારતમાં દર 100 માંથી 21 લોકો વૃદ્ધ હશે.
યુએનનો ઇન્ડિયા વૃદ્ધત્વ અહેવાલ 2023 અનુસાર 1961 બાદ ભારતમાં વૃદ્ધોની વસ્તી ઘટી રહી હતી. વર્ષ 2001 સુધી વૃદ્ધોની વસ્તીમાં વધારાની ગતિ ધીમી રહી હતી પરંતુ તે પછીના સમયખંડમાં તેમાં વધારો થવા લાગ્યો છે. ભારતમાં વૃદ્ધોની વસ્તી 2011-2021 વચ્ચે 35.5 ટકાના દરે વધી હતી, પરંતુ 2021 અને 2031 વચ્ચે આ દર 40 ટકાથી વધુ રહેવાની ધારણા છે.
Reporter: admin