News Portal...

Breaking News :

ચંડોળામાં આજે ફરી ડિમોલિશનની ધાર્મિક સ્થળો પર બુલડોઝર કાર્યવાહી

2025-05-28 12:09:58
ચંડોળામાં આજે ફરી ડિમોલિશનની ધાર્મિક સ્થળો પર બુલડોઝર કાર્યવાહી


અમદાવાદ:  અમદાવાદના ચંડોળા તળાવમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા શરૂ થઈ છે. ચંડોળા તળાવમાં તમામ કાચા પાકા નાના-મોટા મળી 12000થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા પરંતુ કેટલાક મંદિર-મસ્જિદ જેવા ધાર્મિક સ્થાનો તોડવાના બાકી રાખવામાં આવ્યા હતા. 


અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે દબાણોને લઈને બુધવારે (28 મે) બીજા તબક્કાનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વહેલી સવારથી જ જેસીબી અને હિટાચી મશીનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.અમદાવાદના ચંડોળા  વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. આ બીજા રાઉન્ડમાં ગરીબ નવાઝ મસ્જિદ, હનુમાનજી મંદિર અને દશામાના મંદિર સહિતના 4 ગેરકાયદે ધાર્મિક બાંધકામો તોડી પાડવામાં આવશે.  ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 


ધાર્મિક બાંધકામો દૂર કરવાના હોવાના કારણે કોઈ તંગદિલી ન સર્જાય તે માટે પોલીસનો મોટો કાફલો ગોઠવી દેવાયો છે.હાલ, મંદિર અને મસ્જિદની અંદરના સામાનને બહાર કાઢવામાં આવી રહ્યો છે અને બાદમાં તેને તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મળતી માહિતી મુજબ, આજે જ આ કાર્યવાહી સંપૂર્ણ કરી કાટમાળ દૂર કરી દેવાશે અને આજુબાજુમાં દીવાલ પણ બનાવી દેવાશે, જેથી અન્ય કોઈ અહીં ગેરકાયદે બાંધકામ ન કરે.શહેરના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે દબાણોને લઈને બુધવારે 28 મેના રોજ બીજા તબક્કાનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વહેલી સવારથી જ જેસીબી અને હિટાચી મશીનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ, આ બીજા રાઉન્ડમાં ગરીબ નવાઝ મસ્જિદ, હનુમાનજી મંદિર અને દશામાના મંદિર સહિતના 4 ગેરકાયદે ધાર્મિક બાંધકામો તોડી પાડવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત છે.

Reporter: admin

Related Post