News Portal...

Breaking News :

લાંચિયા અધિકારી, ક્લાર્ક અને કોન્ટ્રાકટર ઝડપાયા

2024-06-12 15:39:17
લાંચિયા અધિકારી, ક્લાર્ક અને કોન્ટ્રાકટર ઝડપાયા


શહેરમાં લાંચીયા ખાણખનીજ વિભાગમાં મદદનીશ નિયામક,સુરત મનપામાં કર્લાક અને ઉમરગામમાં ઈલેક્ટ્રીકલ કોન્ટ્રાકટરને ACB એ ઝડપ્યા છે.


છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં એક સાથે ત્રણ-ત્રણ રેડ કરીને લાંચિયા અધિકારીઓને ઝડપી લીધા છે. જેમાં સુરતના ખાણખનીજ વિભાગમાં મદદનીશ નિયામક અને મળતિયા લાંચ લેતા ઝડપા છે જયારે સુરત મનપામાં કર્લાકની ફરજ બજાવતા બે ટેક્સ રેક્વિજિશનની કાર્યવાહી કરવાના અવેજ પેટે લાંચ લેતા ઝડપાયા છે. આ ઉપરાંત વલસાડના ઉમરગામમાં ઈલેક્ટ્રીકલ કોન્ટ્રાકટર લાંચ લેતા ઝડપાયા છે.સુરતના ખાણખનીજ વિભાગમાં મદદનીશ નિયામક નરેશ જાની અને મળતિયા કપિલ પ્રજાપતિને રેતી અંગેની કામગીરીમાં કોઈ હેરાનગતિ નહીં કરવા બદલ બે લાખની લાંચ લેતા ઝડપી લીધા છે જયારે સુરત મનપામાં કર્લાકની ફરજ બજાવતા જીજ્ઞેશ પટેલ અને મેહુલ પટેલને ટેક્સ રેક્વિજિશનની કાર્યવાહી કરવાના અવેજ પેટે 35 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે. ઉપરાંત એસીબીની ત્રીજી ટ્રેપ વલસાડના ઉમરગામમાં ઈલેક્ટ્રીકલ કોન્ટ્રાકટર દિનેશ કરાંચીવાલાને ફરિયાદી પાસેથી વીજ મીટર નવું લગાવવા માટે અને ઓનલાઈન અરજી કરવા માટે 12,500ની લાંચ લેતા ઝડપી લીધા છે. 


છેલ્લા 11 દિવસમાં કુલ 20થી વધુ લાંચિયા બાબુ અને કર્મીઓને ઝડપી લીધા છે જેમાં પોલીસ ઈન્સપેકટરથી લઈને કોમ્પ્યુટર ઓપરેટર સુધીનો સમાવેશ થાય છે.જયારે સુરત મનપામાં કર્લાકની ફરજ બજાવતા જીજ્ઞેશ પટેલ અને મેહુલ પટેલને ટેક્સ રેક્વિજિશનની કાર્યવાહી કરવાના અવેજ પેટે 35 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે. ઉપરાંત એસીબીની ત્રીજી ટ્રેપ વલસાડના ઉમરગામમાં ઈલેક્ટ્રીકલ કોન્ટ્રાકટર દિનેશ કરાંચીવાલાને ફરિયાદી પાસેથી વીજ મીટર નવું લગાવવા માટે અને ઓનલાઈન અરજી કરવા માટે 12,500ની લાંચ લેતા ઝડપી લીધા છે. છેલ્લા 11 દિવસમાં કુલ 20થી વધુ લાંચિયા બાબુ અને કર્મીઓને ઝડપી લીધા છે જેમાં પોલીસ ઈન્સપેકટરથી લઈને કોમ્પ્યુટર ઓપરેટર સુધીનો સમાવેશ થાય છે.

Reporter: News Plus

Related Post