ફરિયાદીના પુત્રની પ્રોહિબીશનના ગુનામાં અટક કર્યા બાદ, બીજા ગુનામાં અટક કરીશ તેમ કહીને ફરિયાદી પાસે લાંચ માગી હતી...
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલે ફરિયાદીના પુત્રની પ્રોહિબીશનના ગુનામાં અટક કર્યા બાદ જો પૈસા નહીં આપે તો બીજા ગુનામાં અટક કરીશ તેમ કહીને ફરિયાદી પાસે 2 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ પણ હેડ કોન્સ્ટેબલે વધુ 60 હજાર રુપિયાની લાંચ માગતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ વોચ ગોઠવીને હેડ કોન્સ્ટેબલ અશ્વિન રમણભાઇ વસાવા (રહે, ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન, હાલ રહે.૫, ગરૂડેશ્વર પોલીસ લાઈન, તા.ગરૂડેશ્વર)ને લાંચના 60 હજાર રુપિયા સાથે ઝડપી પાડ્યો હતો. એસીબીએ હેજ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી
મળેલી માહિતી મુજબ ફરીયાદીના પુત્ર વિરૂદ્ધ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશન ગુનો દાખલ થયેલો હતો અને આ કેસમાં તેમના પુત્રને તા.૧૯/૦૩/૨૦૨૫ના રોજ માકડખડા ખાતે ફરીયાદી તથા તેમનો પુત્ર ઘરે હાજર હતા તે સમયે પોલીસના માણસો આવી અને તેમને ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ ગુનાના કામે અટક કરેલ હતા. તે વખતે ફરીયાદીના પુત્રને પોલીસ કર્મચારીઓએ માર માર્યો હતો અને ફરીયાદીને કહ્યું કે પૈસા થશે અને જો પૈસા નહી આપીશ તો તારા છોકરા ઉપર બીજો પણ ગુનો દાખલ કરીશુ. પોલીસે આ કેસમાં ફરીયાદીની એક નાવડી તથા એક બાઇક પણ કબ્જે કરેલ હતુ.
ત્યારબાદ ગરુડેશ્વર પોલીસ સ્ટેશનના અ.હે.કો. અશ્વિનભાઈએ ફરીયાદીના પુત્ર વિરૂધ્ધ બીજો ગુનો દાખલ કરવાની ધમકી આપી તેમજ નાવડી તેમજ બાઈક પરત આપવા પેટે અગાઉ તા.૧૯/૦૩/૨૦૨૫ના રોજ પ્રથમ રૂ.200000 લાંચ પેટે લીધેલ હતા. જે નોટોના બંડલની ઉપરની નોટોનો ફરીયાદીએ પોતાના મોબાઈલમાં ફોટો પાડી લીધેલ હતો. ત્યાર બાદ પણ હેડ કોન્સ્ટેબલ અશ્વિને વધુ 70 હજારની માગ કરી હતી. જે રકમ રકઝકના અંતે 60 હજાર આપવાના નકકી કરાયા હતા. જે હેતુલક્ષી વાતચીતનું ફરીયાદીએ પોતાન મોબાઈલમાં રેકોર્ડીંગ કરી લીધેલ હતુ.લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય તેમણે એસીબીમાં ફરિયાદ કરતાં એબીએ આજે ગરુડેશ્વર પોલીસ લાઇનની બહાર રસ્સા પર છટકું ગોઠવ્યું હતું હે.કો. કોન્સ્ટાબેલ અશ્વિન ફરીયાદી પાસે ગરૂડેશ્વર પોલીસ લાઈનના ગેટ પર 60 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો.
Reporter: admin