News Portal...

Breaking News :

સ્તન કેન્સરના દર્દીની આયુષ્માન કાર્ડ લંબાવે છે જીવાદોરી: લાભાર્થી ભાવનાબેન પાટણવાડીયા

2024-10-16 15:35:27
સ્તન કેન્સરના દર્દીની આયુષ્માન કાર્ડ લંબાવે છે જીવાદોરી: લાભાર્થી ભાવનાબેન પાટણવાડીયા


સરકારની યોજનાઓ હેઠળ મળવાપાત્ર લાભ લેવાથી વંચિતો સુધી લાભો પહોંચા઼ડવાનું માધ્યમ ગરીબ કલ્યાણ મેળા બન્યા છે.


તેનો પુરાવો આપતા વડોદરા જિલ્લાના વરણામા ગામના રબારીવાસમાં રહેતા લાભાર્થી ભાવનાબેન પાટણવાડીયાએ પ્રધાનમંત્રી જન આરોગ્ય  યોજના હેઠળ આયુષ્માન કાર્ડથી વિનામૂલ્યે મળેલી સારવારની સુવિધા માટે સરકારનો ખરા દિલથી આભાર માન્યો હતો.વરણામા ગામના રબારીવાસમાં રહેતા ભાવનાબેન પાટણવાડીયાને એક વર્ષ પહેલા સ્તન કેન્સર થયું હતું. તેમનું કહેવું છે કે,આ વાતની મને જાણ થઈ ત્યારે હું એકદમ પડી ભાગી હતી. આ એક જીવલેણ બિમારી હતી. આ સમયે મારી પાસે આયુષ્યમાન કાર્ડ પણ ન હતું એટલે મારો પરિવાર પણ ધબરાઈ ગયો હતો. 


મારી સારવાર એક નામાંકિત ખાનગી હોસ્પિટલમાં થઈ હતી.લાભાર્થીએ વધુમાં કહ્યું અમને આયુષ્માન કાર્ડની યોજનાની જાણ થતાં એ મેળવવાની પ્રક્રિયા કરી.હવે અમારા પાસે આયુષ્માન કાર્ડ હોવાથી અમને ખાનગી હોસ્પિટલમાં થતા અધધ ખર્ચની ચિંતા ન્હોતી. મારા પરિવારે નિશ્ચિંત થઈને મારી સારવાર કરાવી. અદ્યતન સુવિધાથી સજ્જ એવી ખાનગી હોસ્પિટલમાં એકપણ રૂપિયાના ખર્ચ વગર સારવાર થતાં લાભાર્થી ભાવનાબેન પાટણવાડીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો હતો.મહત્વનું છે કે,સમાજના ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને આયુષ્માન કાર્ડ દ્વારા આવરી લઈને આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ પ્રદાન કરવામાં કેન્દ્ર અને રાજય સરકાર સફળ થઈ રહી છે.ભાવનાબેનની જેમ અનેક ગરીબ અને મધ્યમ વર્ગ માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આરોગ્ય સુખાકારીમાં સતત વધારો કરનારી બની છે.

Reporter: admin

Related Post