વડોદરાના વીરભગતસિંહ ચોક ખાતે તાડફડીયા શેરી ગરબામાં ગરબા રમતી આજવા રોડ એકતાનગરમાં રહેતી દિવ્યા સોલંકીનો હાથ બરાનપુરા વિસ્તારમાં રહેતી વંશીકાબેન ચુનારાને અડી જતા શાબ્દિક બોલાચાલી થઇ હતી.

જે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને મહિલાઓ સહીત સાથે આવેલ અન્ય શખ્સો વચ્ચે મારામારી થતા લોકોમાં ઉત્તેજના છવાઈ હતી. જો કે સ્થળ પર હાજર પોલીસે પરિસ્થિતિ સંભાળી હતી. ત્યારે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા નવાપુરા પોલીસે કાર્તિક ચુનારા , શીવ લુહાર, સાગર પરમાર , વંશીકાબેન ચુનારા અને દિવ્યા સોલંકીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



Reporter: admin







