ગાંધીનગર : પાકિસ્તાન દ્વારા કરાયેલા હુમલાઓનો ભારત જોરદાર પ્રતિસાદ આપી રહ્યું છે. ગુજરાતના સરહદી જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ સ્ટેટ ઈમરજન્સી સેન્ટરની બેઠક મળશે. ઈમરજન્સી સેન્ટર પર ગુૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચી ગયા છે. ઉપરાંત અધિકારીઓ પણ SEOC પહોંચવા રવાના થયા છે.
ગુજરાતના 3 સરહદી જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તે સિવાય ઈમરજન્સી સેન્ટરના હેડ ઈમરજન્સી સેન્ટર પહોંચ્યા છે.
પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના એરપોર્ટ પર કરેલા હુમલા બાદ ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ભારત હાલ પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કરી રહ્યું છે. ભારત છેક લાહોર, સિયાલકોટ સુધી પહોંચી ગયું છે. પાકિસ્તાનની મિસાઈલોને તોડી પાડવામાં આવી હતી. અત્યાર સુધી ભારતીય બાજુ કોઈ જાનહાનિના સમાચાર નથી. તો બીજી તરફ, ગુજરાતના ભૂજથી ભારતીય સેનાની હિલચાલ તીવ્ર બની ગઈ છે અને ફોર્સને સરહદ તરફ મોકલવામાં આવી છે.
ભુજમાં આર્મીની સેના તૈયાર થઈ
પાકિસ્તાને ભારતના જમ્મુ અને જેસલમેર પર મિસાઇલ હુમલો કર્યો. ભારતે આ હુમલાઓનો જોરદાર જવાબ આપ્યો છે અને પાકિસ્તાનની મિસાઇલોને ભારતના હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા તોડી પાડવામાં આવી છે. અત્યાર સુધી ભારતીય બાજુ કોઈ જાનહાનિના સમાચાર નથી. હવે ગુજરાતના ભૂજથી ભારતીય સેનાની હિલચાલ તીવ્ર બની ગઈ છે અને ફોર્સને સરહદ તરફ મોકલવામાં આવી છે.
Reporter: admin