ગુજસીટોકના ગુનામાં શહેર પોલીસના હાથે પકડાયેલા બુટલેગર અલ્પુ સિંધીના સાગરીત કમલેશ ઉર્ફે પપ્પુ વિનોદભાઇ ડાવરને પોલીસે આજે અદાલતમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ 30 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
સ્પેશ્યલ પી. પી. 'ગુજસીટોક' રઘુવીર પંડ્યાએ સરકાર તરફે દલીલો કરી હતી. કમલેશ ડાવર રીઢો ગુનેગારો હોવાનું અને તેની સામે 22 ગુના નોંધાયેલા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેનું ક્યાં ક્યાં રોકાણ છે. તે દારુ કોની પાસેથી લેતો હતો અને કોને કોને વેચતો હતો તે સહિતનમા મુદ્દાની તપાસ કરવાની જરુર છે. બિનહિસાબી નાણાં રાજસ્થાનની બોર્ડર પાસે રાખ્યો હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું.
જેથી તેની તપાસ કરવા ઉપરાંત તેની સામે રાયોટીંગ અને હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ થયેલો છે. 2 વાર પાસા અને એક વાર તડીપાર કરાયેલો છે. તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તેની પણ તપાસ કરવી જરુરી છે. આ પ્રકારના વિવિધ મુદ્દા પર પોલીસે કમલેશ ડાવરના રિમાન્ડ માંગતા અદાલતે કમલેશના 30 તારીખ સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.
Reporter: admin