અમદાવાદ : કોંગ્રેસનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં યોજાવવા જઇ રહ્યું છે. આ પહેલા એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવા ફેલાઇ હતી જેને કારણે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ચાર્ટરને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં વિલંબ થયો હતો.
એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની અફવા મળતા જ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ચાર્ટરને અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાની પરવાનગી મળી ન હતી. જોકે, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તપાસ કરવામાં આવતા આ એક અફવા સાબિત થઇ હતી તે બાદ કોંગ્રેસના નેતાઓના ચાર્ટરને ઉતારવામાં આવ્યું હતું. ફ્લાઇટ ચેક કરતા કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નહતી.
Reporter: admin