મુંબઈ : બોલીવુડના હી-મેન તરીકે જાણીતા ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની વયે અવસાન થયું છે. અભિનેતાની ટીમે તેમના અવસાનના સમાચારની પુષ્ટિ કરી છે.
આ સમાચારથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે. તેઓ ૮૯ વર્ષના હતા. "હી-મેન" તરીકે જાણીતા આ અભિનેતાના નિધનથી દેશભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા. તેમને થોડા દિવસો માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનું નિધન થયું છે. ઘણા દિવસોથી ઘર પર જ તેમની સારવાર ચાલી રહી હતી. ત્યારબાદ તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા. તેમની ઘરે સારવાર ચાલી રહી હતી અને હવે તેમનું અવસાન થયું છે. ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.ધર્મેન્દ્રને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના સમાચાર મળતા જ ઉદ્યોગમાં શોકની લાગણી છવાઈ ગઈ.
સેલેબ્સ તેમના સ્વાસ્થ્ય અંગે વધુને વધુ ચિંતિત બન્યા. બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન, સલમાન ખાન અને અભિનેતા ગોવિંદાએ તેમના ખબરઅંતર પૂછવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી. ધર્મેન્દ્રને દાખલ કરવામાં આવ્યા ત્યારથી સમગ્ર દેઓલ પરિવાર હોસ્પિટલમાં હાજર રહ્યા હતા.
૩૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું
ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના સૌથી આદરણીય અને લોકપ્રિય સ્ટાર્સમાંના એક છે. સાત દાયકાથી વધુની કારકિર્દીમાં, તેમણે ૩૦૦ થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં "શોલે", "ચુપકે ચુપકે", "સીતા ઔર ગીતા" અને "ધરમ વીર" જેવી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમના સંવાદો હજુ પણ વારંવાર બોલાય છે, જેમાં "શોલે" ફિલ્મનો "બસંતી ઇન કુટ્ટે કે આગે મત નાચના" એક મોટી હિટ ફિલ્મ હતી.
Reporter: admin







