News Portal...

Breaking News :

બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈની પાર્કિંગ મામલે હત્યા

2025-08-08 09:45:53
બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈની પાર્કિંગ મામલે હત્યા


દિલ્હી : બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈની હત્યાનો મામલો સામે આવ્યો છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં પાર્કિંગને લઈને હુમાના ભાઈ આસિફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યામાં સંડોવાયેલા બંને આરોપીઓની ધરપકડ કરી છે.



ગુરુવારે મોડી રાત્રે, નિઝામુદ્દીનના જંગપુરા ભોગલ બજાર લેનમાં સ્કૂટીને ગેટ પરથી હટાવીને બાજુમાં પાર્ક કરવાને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં આરોપીએ આસિફ કુરેશી પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ આસિફને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.મૃતકની પત્ની અને સંબંધીઓનું કહેવું છે કે આરોપીઓએ નજીવી બાબતે ક્રૂરતાથી આ ગુનો કર્યો હતો. 


મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે અગાઉ પણ પાર્કિંગના વિવાદને લઈને મારા પતિ સાથે તેમનો ઝઘડો થયો હતો. જ્યારે મારા પતિ કામ પરથી ઘરે પાછા ફર્યા ત્યારે પાડોશીની સ્કૂટી ઘરની સામે પાર્ક કરેલી હતી, જેને તેમણે પાડોશીને હટાવવા કહ્યું. પરંતુ સ્કૂટી હટાવવાને બદલે, પાડોશીએ તેમની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી.

Reporter: admin

Related Post