વડોદરામાં વડાપ્રધાન મોદીના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

વેપારીઓ મોટી સંખ્યામાં જોડાઈ રક્તદાન કરી માનવીય સેવા આપી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વડોદરા શહેરમાં પણ અનેક સંસ્થાઓ અને એનજીઓ દ્વારા અનોખી રીતે "સેવા પખવાડિયું" મનાવવામાં આવી રહ્યું છે.આજરોજ શહેરના હાથીખાના ખાતે ધી બરોડા ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

રક્તદાન અમૃત મહોત્સવ 2.0"ની થીમ હેઠળ યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં વેપારીઓ, એસોસિએશનના હોદ્દેદારો તથા સામાજિક કાર્યકર્તાઓ જોડાયા હતા.કેમ્પમાં વેપારીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે માનવીય સેવા આપવાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે એસોસિએશનના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે રક્તદાનથી અનેક જીવ બચાવી શકાય છે અને વડાપ્રધાનના જન્મદિવસે સેવા કાર્ય કરવું એ સાચી શ્રદ્ધાંજલિ સમાન છે.મેગા બ્લડ ડોનેશન કેમ્પ વડોદરામાં માનવીય સેવા અને સામાજિક જવાબદારીનું અનોખું ઉદાહરણ પુરું પાડતો સાબિત થયો હતો.

Reporter: admin







