સરકાર છેવાડાના માનવી સુધી લાભ આપવાની વાત કરે છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નજીક આવેલ ધામસિયા ગામના ડુંગરી ફળિયામા રહેતી શાંતાબેન ભીલ ઉં વર્ષ 60ને સરકાર લક્ષી યોજનાનો કોઈ લાભ મળતો નથી. રાત દિવસ સેવા કરતા ભાઈ અને ભાભી સરકાર કંઈક લાભ આપે તેવી માંગ કરી છે.
આમ તો આદિવાસી પરિવાર સરકાર લક્ષી યોજનાના લાભને લઈ સરકારી ઓફિસના ધક્કા ખાઈ ચુક્યો છે. તેમજ ધામસિયા ગામમા કેટલાક વર્ષ પહેલા જિલ્લા કલેકટર આવ્યા હતા. તેઓને આ પરિવાર રજૂઆત કરવા પહોંચ્યો હતો. પરંતુ હાજર તંત્ર તમારું થઈ જશે કરી વાત કરી હતી. આ વાતને કેટલાય વર્ષ થયા છતાંય એટલી ઉંમરે અંધ મહિલાને સરકાર લક્ષી કોઈ યોજનાનો લાભ મળતો ન હોય. છોટાઉદેપુર જિલ્લા તંત્ર સમાજ કલ્યાણ અધિકારી અને ફિલ્ડમા ફરતા અન્ય કર્મચારીઓ અંધ મહિલાની મુલાકાત કરી સરકાર લક્ષી યોજનાના લાભ અપાવે તેવી પરિવાર માગ કરી છે.
મારી બહેન અંધ હોઇ કોઈ લાભ મળતો નથી
અમારી બહેનની સેવામા બધુ જ મારી પત્ની, મારી છોકરી, હું કરું છું. બચપનથી 100 ટકા અંધ છે. આટલા વર્ષો થયા હજુ સરકારનો કોઈ યોજનાનો લાભ મળતો નથી. આ ઉંમરે સરકાર અનાજ આપે તોય ટેકો થાય તેમ છે. કેટલી રજૂઆત બધુ કરી જોયું હવે મીડિયા થકી તત્ર સુધી વાત રજૂ કરું છું. કંઈક લાભ મારી બહેન અને મારા પરિવારને મળે તો સારું. સરકાર કંઈક લાભ આપે. > કાંતિભાઈ ભીલ, અંધ મહિલાના ભાઈ, ધામસિયા
Reporter: News Plus