ઠંડીમાં ચા ના રસિકો ચા ની ચુસ્કી મારતા હોય છે ત્યારે બ્લાઇન્ડોએ ગરમ ચા ની લિજ્જત માણી

વધતી જતી ઠંડીને ધ્યાનમાં રાખીને ની સહાય બ્લાઇન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દૃષ્ટિઅક્ષમ ભાઈ-બહેનો માટે સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિયાળાની ઠંડીમાં રાહત મળે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા ચા ના રસિયા એવા બ્લાઇન્ડોને ગરમ ચા ની લિજ્જત માણી. આ સેવાકીય કાર્યક્રમ દરમિયાન દૃષ્ટિઅક્ષમ ભાઈ-બહેનોને જમણવારના પેકેટો તેમજ નાસ્તાના પેકેટોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

ટ્રસ્ટના સભ્યો દ્વારા પ્રેમ અને સંવેદનાની ભાવનાથી આ સેવા આપવામાં આવી હતી. ઠંડીના માહોલ વચ્ચે બ્લાઇન્ડ ભાઈ-બહેનો ચા નો આનંદ માણતા નજરે પડ્યા હતા અને ટ્રસ્ટની આ માનવીય પહેલને હાજર લોકો દ્વારા વખાણવામાં આવી હતી. આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓથી સમાજમાં માનવતા અને સહાનુભૂતિનો સંદેશ પ્રસરે છે તેવું પણ આ કાર્યક્રમ દરમિયાન જણાવાયું હતું.


Reporter: admin







