વડોદરા : શહેરમાં હોળી ના દિવસે બનેલ અકસ્માત માં એક મહિલા સહિત પાંચ જણને ઈજા પહોંચતી હતી જેમાં એક મહિલાનો નિધન થયું હતું ત્યારબાદ વડોદરા શહેરમાં અકસ્માતો ની વણઝાર જોવા મળ્યા હતા

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજે 100 થી વધુ રિક્ષાઓ પર વિવિધ સ્લોગન લખવામાં આવ્યા હતા જેમાં લખ્યું હતું કે અંકલ હું મારા મમ્મી પપ્પાની રાહ જોઉં છું પ્લીઝ ગાડી ધીમે ચલાવો, મારો પરિવાર મારી રાહ જુએ છે મહેરબાની કરીને ગાડી સંભાળી ને ચલાવો, કોઈના જીવનમાં રક્ષક બનો રક્ષિત નહીં જેવા વિવિધ પોસ્ટરો બનાવી 100 થી વધુ રિક્ષા ઉપર લગાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસ એસીપી વ્યાસ સાહેબ સહિત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.






Reporter: admin







