News Portal...

Breaking News :

ભાજપના કાર્યકરે તાલુકા પ્રમુખને ગાળો ભાંડી

2025-08-26 09:46:55
ભાજપના કાર્યકરે તાલુકા પ્રમુખને ગાળો ભાંડી


અત્યાર સુધી ધર્મ નામે રાજકારણ રમતા હતા હવે કાર્યકરો જ્ઞાતિના આધારે પોતાના જ પ્રમુખ સામે આરોપો કરે છે 



વડોદરા જિલ્લા ભાજપમાં જ્ઞાતિવાદનું રાજકારણ, દુષ્કર્મ કેસમાં ફસાયેલા કાર્યકરે તાલુકા ભાજપ પ્રમુખ સામે સોશિયલ મીડિયામાં વોર ચાલું કર્યું...
વડોદરા જિલ્લામાં ભાજપનું રાજકારણ ગરમાયું છે. અત્યાર સુધી માત્ર ધર્મના નામે રાજકારણ રમાતું હતું પણ હવે જ્ઞાતિ આધારીત રાજકારણ પણ રમાઇ રહ્યું છે. વડોદરા તાલુકા ભાજપ પ્રમુખ દર્પણ પટેલ સામે આરોપો લગાવતી એક ઓડિયો ક્લીપ આકાશસિંહ બી ગોહિલ નામના એક કાર્યકરે સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ખળભળાટ મચી ગયો છે. આકાશ સિંહે સોશિયલ મીડિયામાં લખ્યું છે કે પ્રમુખ સાહેબનું રેકોર્ડીંગ ભાજપના તાલુકાના પ્રમુખ છે. દરબારોને લુખ્ખા કહે છે. રેકોર્ડીંગ વાયર આજે રાત્રે 11 વાગે થશે. જેની સૌ દરબાર લોકોએ નોંધ લેવી એ લુખ્ખાની એકપણ પેનલ આવી નહી અને ભાજપ ભાઇને પ્રમુખ બનાવ્યો. વડોદરા તાલુકાના દરબારને એને બારીયા કીધું છે. બધા ભાઇઓ નોંધ લેવી દર્પણ પટેલ તાલુકા સંગઠન પ્રમુખ. જો કે એક ઓડિયો કલીપ વાયરલ થઇ છે તેમાં ઓડિયોમાં તો સ્પષ્ટપણે એક શખ્સ દર્પણ પટલને અપશબ્દો અને ગાળો બોલતો હોવાનું સંભળાય છે. ઉલ્લેખનિય છે કે આ આકાશ ગોહિલ દુષ્કર્મ કેસનો આરોપી છે અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો નિકટનો માનવામાં આવતો હતો પણ જ્યારથી તેનું દુષ્કર્મ કેસમાં નામ આવ્યું ત્યાર બાદ ધારાસભ્યએ આકાશને પોતાનાથી દુર કરી દીધો હતો. આ ઓડિયો ક્લીપ અને સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા આકાશની પોસ્ટ જોતાં એવું ચોક્કસ લાગે છે કે જિલ્લા ભાજપમાં દુરથી દેખાય છે તેવું કંઇ નથી. જિલ્લા ભાજપમાં અંદરો અંદર માથાકૂટ, એકબીજાને નીચે પાડવા તથા એકબીજાના ટાંટીયા ખેંચવા અને અંગરો અંદર ઝઘડવું તેવા બનાવો સામાન્ય છે. લાગી રહ્યું છે કે જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિના હાથમાં હવે કંઇ રહ્યું નથી. એક સમયે આકાશ ગોહિલ તાલુકા યુવા મોરચાનો ઉપ પ્રમુખ પણ હતો અને હવે તે સામાન્ય કાર્યકર છે અને દુષ્કર્મ કેસમાં પણ તેનું નામ આવેલું છે ત્યારે આવો શખ્સ તાલુકા પ્રમુખ પર બેફામ આરોપો લગાવે તે કેટલું યોગ્ય કહી શકાય.



ગણપતિ માટે તે પૈસાની ઉઘરાણી કરતો હતો: દર્પણ પટેલ 
હું કોઇ ગાળો બોલ્યો નથી મારે તેની જોડે કોઇ વાત જ થઇ નથી. આ વાહિયાત વાત છે. ગણપતિ માટે તે પૈસાની ઉઘરાણી કરતો હતો મે કહ્યું કે હમણા થાય છે. હું પ્રશિક્ષણ વર્ગમાં બિઝી હતો એટલે ફોન ના ઉંપાડ્યો  એટલે પૈસા ના આપતો લુખ્ખા તેવી વાતો તેણે કરવા માંડી હતી,. હું પ્રતિષ્ઠીત છું .મને જેને પ્રમુખ બનાવ્યો હોય તે દરબાર ધારાસભ્ય વિશે હું કેવી રીતે બોલું હું. તે અનગઢમાં ગણપતિ મુકે અને જિલ્લામાં થી પૈસા ઉઘરાવે છે મે પૈસા આપવાની ના તો પાડી ન હતી. હું પક્ષના અગ્રણી જોડે ધારાસભ્ય જોડે આ મામલે વાત કરી આગળની કાર્યવાહી કરીશ. આકાશ યુવા મોરચાનો ઉપ પ્રમુખ હતો અને જિલ્લા 2017થી 2021 સુધી હું મહામંત્રી હતો ત્યારે મે જ તેને ઉપ પ્રમુખ બનાવ્યો હતો.
દર્પણ પટેલ,પ્રમુખ  ભાજપ તાલુકા ,

Reporter: admin

Related Post