લોકસભાની ચૂંટણીના પરિણામો ભારતીય જનતા પાર્ટીએ ધારેલા પરિણામો કરતા વિપરીત આવ્યા છે. તેમાં ગુજરાતમાં પણ 26 એ 26 બેઠક હાંસલ કરવાનું સપનું પૂરું થઈ ગયું છે. બનાસકાંઠા બેઠક ઉપરથી કોંગ્રેસના ગેનીબેન વિજેતા જાહેર થયા છે.
લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ સ્લોગન આપ્યું હતું કે અબકી બાર 400 પાર. અને તેમાંય ખાસ કરીને ગુજરાત ઉપર તમામ બેઠકો હાંસલ કરવાનો દાવો કરાયો હતો.તમામ બેઠક મેળવી હેટ્રિક કરવાની ભાજપાની ઈચ્છા પૂરી થઈ નથી. ભાજપાનું આ સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહી ગયું છે કારણ કે બનાસકાંઠા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન રાઠોડ 21,000 થી વધુની લીડ થી વિજેતા જાહેર થયા છે આ બેઠક ઉપર સવારથી જ ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો.પરંતુ મત ગણતરીના અંતે ગેનીબેન આગળ નીકળી ગયા હતા અને 21,000 થી વધુ મતથી વિજેતા જાહેર થયા હતા જેના કારણે કોંગ્રેસ છાવણીમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
Reporter: News Plus







