News Portal...

Breaking News :

ભાજપ સાંસદે ગુસ્સામાં ઓપરેટરને લાફો ઝીંકી દીધો

2025-11-01 11:35:03
ભાજપ સાંસદે ગુસ્સામાં ઓપરેટરને લાફો ઝીંકી દીધો


સતના: સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે મધ્યપ્રદેશના સતનામાં થયેલો વિવાદ સામે આવ્યો છે. શુક્રવારે આયોજિત કાર્યક્રમમાં ક્રેનમાં બેઠેલા સતનાના સાંસદ ગણેશ સિંહને ઝટકો લાગ્યો, તો તેઓ ઓપરેટર પર ભડકી ગયા અને તેને સૌની સામે થપ્પડ મારી દીધી. 



આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.સાંસદ ગણેશ સિંહે સવારે 'રન ફોર યુનિટી'માં ભાગ લીધો હતો. ત્યારબાદ તેઓ સેમરિયા ચોક પહોંચ્યા, જ્યાં તેમણે ક્રેનના હાઇડ્રોલિક બોક્સમાં ચઢીને આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવ્યો હતો. જેમાં નીચે આવતી વખતે, મશીન અચાનક ઝટકા સાથે વચ્ચે અટકી ગયું. સાંસદ થોડીવાર હવામાં જ લટકેલા રહ્યા. મશીન હલ્યું તો અસંતુલનની સ્થિતિ બની ગઈ. આ અસહજ સ્થિતિથી નારાજ થઈને સાંસદે ઓપરેટરને લાફો ઝીંકી દીધો, જેની વીડિયો ફૂટેજ હાલમાં વાઈરલ થઈ રહી છે.


ઘટના સમયે સ્થળ પર ભાજપ કાર્યકર્તાઓ અને પ્રશાસનિક અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં નાગરિકો હાજર હતા. તેમાંથી કોઈએ મોબાઈલથી સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો.ઓપરેટરે આ અંગે જણાવ્યું કે, હાઇડ્રોલિક ક્રેનના કેબિનની મહત્તમ ક્ષમતા ફક્ત બે લોકોની છે અને તે સરેરાશ 125 કિલો વજન સુધી સહન કરી શકે છે. જ્યારે માલ્યાર્પણ માટે રાજ્યમંત્રી પ્રતિમા બાગરી, સાંસદ ગણેશ સિંહ અને ભાજપ જિલ્લા અધ્યક્ષ ભગવતી પાંડેય એકસાથે કેબિનમાં ચઢ્યા, ત્યારે જ વજન વધુ હોવા અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post