જૂનાગઢ: કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન અને ભાજપ અગ્રણી ભરતભાઈ વાંકે પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી ઓફિસમાં લમણે ગોળી ધરબી આત્મહત્યા કરી લીધી છે.
ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પોતાની ઓફિસમાં જ લમણે ગોળી મારી જૂનાગઢ શહેરમાં ક્ષત્રિય સમાજના અગ્રણી, જૂનાગઢના પૂર્વ તાલુકા ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને જમીન-મકાન લે વેચ તેમજ કન્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા ભરતભાઈ વાંકે પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. દોલતપરા નજીક મારુતિ કોમ્પલેક્ષમાં તેની ઓફીસ ઉપર આવેલા રૂમમાં ભરતભાઈ વાંકે લમણે ગોળી મારી જીવન ટૂંકાવ્યું છે.રિવોલ્વરમાંથી ગોળીનો અવાજ સંભળાતા જ લોકો દોડી આવ્યાં રિવોલ્વરમાંથી ગોળી માર્યાનો અવાજ આવતા જ આસપાસના લોકો રૂમ પર એકઠા થયા હતા.
લોહી લુહાણ હાલતમાં પડેલા ભરતભાઈ વાંકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સિવિલ હોસ્પિટલ ખાતે બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા. તેમજ તેમના પરિવારજનો પણ દોડી આવ્યાં હતા. ભરતભાઈ વાંકને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યા ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યાં હતા.જૂનાગઢમાં કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન અને ભાજપ અગ્રણી ભરતભાઈ વાંકે પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી ઓફિસમાં લમણે ગોળી ધરબી આત્મહત્યા કરી લીધી છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પોતાની ઓફિસમાં જ લમણે ગોળી મારી જૂનાગઢ શહેરમાં ક્ષત્રિય સમાજના અગ્રણી, જૂનાગઢના પૂર્વ તાલુકા ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને જમીન-મકાન લે વેચ તેમજ કન્ટ્રક્શનનો વ્યવસાય કરે છે.
Reporter: admin







