વડોદરા : ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે શહેરના ઇલેક્શન વોર્ડ નં -10મા મંદિરોમાં દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મંદિરોમાં દર્શન સાથે ધર્મ જાગરણ સાથે જ રાષ્ટ્ર જાગરણના વોર્ડ અને મંડલ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે

ત્યારે આજરોજ જીવરાજ ચૌહાણની આગેવાનીમાં શહેરના ઇલેક્શન વોર્ડ નં.10 માં ભારતીય જનતા પાર્ટી દ્વારા હનુમાનજી મંદિર ખાતે રામધૂન અને આરતીનો કાર્યક્રમ યોજી મંદિરોમાં દર્શન, રામધૂન, આરતી સાથે જ રાષ્ટ્રધર્મ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમા ઇલેક્શન વોર્ડ નં -10 ના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.






Reporter: admin