વડોદરા : શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી બિલેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા છેલ્લા બે વર્ષથી માધી ગણેશની સ્થાપના કરવામાં આવે છે

ત્યારે આ વર્ષે પણ માધી ગણેશ ઉત્સવ નિમિત્તે શ્રીજીની ભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં આ વર્ષે હરિહર મિલનના થીમ પર ગણપતિની પ્રતિમા બનાવવામાં આવી આ શોભાયાત્રા માંજલપુર ચાર રસ્તા થી નીકળી તુલસીધામ ચાર રસ્તા સરસ્વતી ચાર રસ્તા થઈને ઈવા મોલ ચાર રસ્તા ખાતે પહોંચે ત્યાં શ્રીજીની ભવ્ય આતિશ બાજી સાથે ભવ્ય આરતી કરવામાં આવશે.

એક ફેબ્રુઆરીના રોજ માધી ગણેશ ઉત્સવ ની શરૂઆત થનાર છે ત્યારે વડોદરા શહેરમાં પણ ઘણા મંડળો અને ઘરમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે સાથે આ આગમન યાત્રામાં ડીજે ના તાલે ગણેશ ભક્તો નાચ્યા હતા.



Reporter: admin







