પટના : બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે 6 નવેમ્બર(પહેલા તબક્કા) અને 11 નવેમ્બર(બીજા તબક્કા)નું મતદાન થયું હતું.
આ વખતે બિહારમાં મતદાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા. બંને તબક્કાનું મળીને સરેરાશ 67.13 ટકા મતદાન થયું હતું. ત્યારે હવે આજે(14 નવેમ્બર) બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. બિહાર વિધાનસભાની તમામ 243 બેઠકો પરના લગભગ 5 કરોડ મતોને 4372 કાઉન્ટિંગ ટેબલ પર ગણવામાં આવશે. પોસ્ટલ બેલેટની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને ઈવીએમના મતોની ગણતરી 8:30 વાગ્યે શરૂ થશે.સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે અને તેના પછી ઈવીએમના વોટની ગણતરી શરૂ થશે.
243માંથી બહુમત માટે 122 બેઠકો જીતવી જરૂરી છે. આ વખતે લગભગ તમામ એક્ઝિટ પોલમાં NDAને બહુમત મળતું હોવાના દાવા કરાયા છે. જ્યારે મહાગઠબંધન પણ જીતનો દાવો કરવામાં પાછળ નથી. તેમણે કહ્યું હતું કે અમને તો એક્ઝેટ પોલ પર જ વિશ્વાસ છે.
Reporter: admin







