હાલ ઉનાળો ચાલી રહીયો છે. વડોદરામા ભર ઉનાળે ભુવા પડવાનો સિલસિલો ચાલુ ઉડેરા મા એક ભુવો પડ્યો છે. આ ભુવો પડતા પાલિકા તેમજ કોન્ટ્રાકટરો ની પોલ છતી થઇ ગઇ છે. કારણ કે રોડ રસ્તા નું કામ પૂર્ણ થયા બાદ યોગ્ય પુરાણ કરવામાં આવતું નથી એટલે આવા ભુવા પડતા હોવાનું બહાર આવતું હોય છે ઉડેરા નો આ ભુવો કેમ પડ્યો તે અંગે યોગ્ય તપાસ કરીને જે તે કોન્ટ્રાકર સામે પગલાં ભરવા જરૂરી છે.વડોદરામાં છાસવારે પડતા ભૂવાઓ પાલિકાના અણગઢ વહીવટનો પુરાવો છે,રોડ પર ખાડા કર્યા બાદ યોગ્ય પુરાણના પગલે ભૂવાઓ પડતા હોવાનું મનાય છે,ત્યારે ઉંડેરા વિસ્તારમાં પણ રોડ પર ઊંડો ભુવો પડ્યો હતો ઉપરથી નાનો લાગતો આ ભુવો અંદરથી ખુબ પોલો દેખાય છે, ઉંડેરામાં નવીન પાણીની લાઈનની કામગીરી બાદ ખાડાઓનું પુરાણ યોગ્ય ન કરવામાં આવતા ભુવો પડ્યો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.
Reporter: News Plus