શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા મણીનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે સતત ત્રીજા વર્ષે નવરાત્રિના સમયે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

જે માટે થઇને રવિવારને ૩૧ ઓગસ્ટના રોજ સમસ્ત પાટીદાર સમાજ સંઘ વડોદરા દ્વારા ભૂમિ પૂજનનું આયોજન કરાયું હતું. જેમાં વડોદરા ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, માંજલપુર મતવિસ્તારના ધારાસભ્ય યોગેશભાઇ પટેલ સાથે વોર્ડ નંબર ૧૬, ૧૭, ૧૮ અને ૧૯ ના સ્થાનિક કોર્પોરેટરઓ સાથે સાંસ્કૃતિક અને ધાર્મિક ઊત્સવ સમિતીના પ્રમુખ રજનીકાંતભાઇ પટેલ તથા સાંસ્કૃતિક ગરબા સમિતિના સભ્યો ડો. ભીખુભાઇ પટેલ, ડો. દુષ્યંતભાઇ પટેલ, હરિશભાઇ રાય, રમેશભાઇ પટેલ, હસમુખભાઇ પટેલ, કાંતિભાઈ પટેલ. ઠાકોરભાઈ પટેલ અને નીતેષભાઇ પટેલ, અતુલભાઈ પટેલ.કલ્પેશભાઈ પટેલ ..સાથે ગરબાના ભુમી પૂજનમા ખુબજ મોટી સંખ્યામા પાટીદાર સમાજના લોકોએ ગરબા ચાલુ વર્ષ દરમ્યાન સારી રીતે ખુબજ સુંદર આયોજન થઈ શકે તેવી સૌ પાટીદાર તથા ઊપસ્થિત સૌ શુભેછાકોએ ખાત્રી આપેલ છે.


Reporter: admin







