સુરતમાં પોલીસ મથકની અંદર લોકઅપમાં રહેલા એક આરોપીનો વિડીયો વાયરલ થયો હતો. ફિલ્મી ડાયલોગ સાથેની રીલ વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સચિન પોલીસ મથકનો આ વિડીયો હોવાનું બાહર આવ્યું હતું. અને વીડિયોમાં દેખાતા શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે પકડતા આરોપીએ આવી ભૂલ બીજી વાર નહી કરવાની બાંહેધરી આપી હતી આ ઉપરાંત સાત મહિના જુનો આ વિડીયો હોવાનું બહાર આવ્યું હતું
સુરત શહેરમાં લોકઅપમાં એક આરોપી ઉભો છે જેનો કોઈએ વિડીયો ઉતાર્યો હતો અને આ વિડીયોની ફિલ્મી ડાયલોગ સાથે રીલ બ્નાવીને વાયરલ કરવામાં આવી હતી આ વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આ વિડીયો સચિન પોલીસ મથકનો હોવાનું બહાર આવ્યું હતું જે બાદ પોલીસે વિડીયોમાં દેખાઈ રહેલા આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આ વિડીયો ૭ મહિના જુનો હોવાનું બહાર આવ્યું હતું.
બનાવ અંગે એસીપી એન.પી.ગોહિલએ જણાવ્યું હતું કે વોટ્સએપ ગ્રુપમાં એક વિડીયો આજે વાયરલ થયો છે. એ વિડીયોમાં પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપી રહેલો છે અને બહારથી કોઈ તેનો વિડીયો બનાવે છે અને તે વીડિયોના આધારે રીલ બનાવીને વોટ્સએપમાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ વિડીયો સચિન પોલીસ સ્ટેશનનો વિડીયો હતો. જે વિડીયો ગત ડીસેમ્બર ૨૦૨૩ નો એટલે કે ૭ મહિના જુનો છે.
વધુમાં જણાવ્યું હતું કે જે આરોપીને સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવેલો તેનું નામ સુબોધ ધર્મેન્દ્રભાઈ રામાણી છે. અને જે તે વખતે તેના વિરુદ્ધમાં શરીર સબંધિત ગુનો દાખલ થયો હતો એટલે પોલીસે તેની ધરપકડ કરી પોલીસ સ્ટેશનના લોકઅપમાં મુક્યો હતો. આ વિડીયો વાયરલ થતા પોલીસે તાત્કાલિક આરોપીને બોલાવીને તેની સામે તાત્કાલિક અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા છે અને આ બાબતે આરોપીએ લેખિતમાં બાંહેધરી પણ આપી છે કે આ રીતનો ફરીથી વિડીયો બનાવીને વાયરલ કરીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયત્ન નહી કરીશ. આરોપી સામે અગાઉ બીજા પણ ગુના દાખલ થયેલા છે અને આરોપી સામે પાસા એક્ટ હેઠળ અટકાયતમાં પણ લેવામાં આવ્યો હતો.
પોલીસે ધરપકડ કરતા આરોપીએ માફી પણ માંગી હતી, આરોપી બે હાથ જોડીને જણાવી રહ્યો છે કે આજથી ૭-૮ મહિના પહેલા સચિન પોલીસ મથકના લોકઅપમાં મારો એક વિડીયો બનાવ્યો હતો. મારાથી ભૂલ થઇ ગયી, હું માંફી માંગુ છું, આવી ભૂલ હવે હું ક્યારેય કરીશ નહી,
Reporter: News Plus