News Portal...

Breaking News :

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પ્રોટેમ સ્પીકર બનશે: નરેન્દ્ર મોદી રવિવારે સાંજે 7.15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે

2024-06-09 17:04:49
ભરૂચના સાંસદ મનસુખ વસાવા પ્રોટેમ સ્પીકર બનશે: નરેન્દ્ર મોદી રવિવારે સાંજે 7.15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ વખતે તેઓ સૌથી વધુ મંત્રીઓ સાથે શપથ લઈ શકે છે. નવા મંત્રી પરિષદમાં કયા નામોને સ્થાન મળશે તેની માટે રાષ્ટ્રપતિ ભવનમાંથી નેતાઓને ફોન કરવામાં આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી રવિવારે સાંજે 7.15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ વખતે ભાજપ પાસે પોતાની બહુમતી નથી અને ગઠબંધનની બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. તેથી આ વખતે સરકારમાં સાથી પક્ષોની સંખ્યા જ નહીં પરંતુ મંત્રી મંડળનું કદ પણ વધારે હશે. જ્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પ્રોટેમ સ્પીકર બનશે.


મોદી સરકારમાં સામેલ થનારા મંત્રીઓને ફોન આવવા લાગ્યા છે. જેમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને HAM ચીફ જીતન રામ માંઝીને શપથ લેવા માટે ફોન આવ્યો છે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીનો પણ ફોન આવ્યો છે.નરેંદ્ર મોદીએ શપથ પૂર્વે મહાત્મા ગાંધી અને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પી હતી mસૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ INLD ચીફ જયંત ચૌધરી અને અનુપ્રિયા પટેલને પણ શપથ લેવા માટે ફોન આવ્યા છે. જેડીએસ સાંસદ એચડી કુમારસ્વામીને મંત્રી તરીકે શપથ લેવા માટે રાષ્ટ્રપતિ ભવનથી ફોન આવ્યો છે.



અત્યાર સુધી કયા નેતાઓના ફોન આવ્યા ?
ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની (ટીડીપી)
કિંજરાપુ રામ મોહન નાયડુ (ટીડીપી)
અર્જુન રામ મેઘવાલ (ભાજપ)
સર્બાનંદ સોનોવાલ (ભાજપ)
અમિત શાહ (ભાજપ)
કમલજીત સેહરાવત (ભાજપ)
મનોહર લાલ ખટ્ટર (ભાજપ)
નીતિન ગડકરી (ભાજપ)
રાજનાથ સિંહ (ભાજપ)
પીયૂષ ગોયલ (ભાજપ)
જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ)
શાંતનુ ઠાકુર (ભાજપ)
રક્ષા ખડસે (ભાજપ)
પ્રતાપરાવ જાધવ (શિવસેના શિંદે જૂથ)
એચડી કુમારસ્વામી (જેડીએસ)
ચિરાગ પાસવાન (LJP-R)
જયંત ચૌધરી (RLD)
અનુપ્રિયા પટેલ (અપના દળ)
જીતન રામ માંઝી (HAM)
રામદાસ આઠવલે (RPI)

Reporter: News Plus

Related Post