News Portal...

Breaking News :

ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પ થી સિદ્ધિ કાર્યશાળાના 11 વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું

2025-06-05 16:00:49
ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પ થી સિદ્ધિ કાર્યશાળાના 11 વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું


ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા "સંકલ્પ થી સિદ્ધિ"  કાર્યશાળાનું જેમાં કેન્દ્ર સરકારના 11 વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ નો આયોજન કરવામાં આવ્યું.




દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સુશાસનના સફળતાપૂર્વક ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે, ભારતીય જનતા પાર્ટી, વડોદરા શહેર દ્વારા એક વિશેષ "સંકલ્પ થી સિદ્ધિ" કાર્યશાળાનું આયોજન રેસકોર્સ સ્થિત વાસ્તવિક ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ , સાંસદ હેમાંગ જોશી, મેયર પિન્કીબેન સોની, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જય પ્રકાશ સોની, ખેડાના પૂર્વ પ્રમુખ અને  મધ્ય ગુજરાતના સહ ઇન્ચાર્જ અજય બ્રહ્મભટ્ટ ,પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ,શહેર ભાજપ મહામંત્રી સત્યન  કુલાબકર રાકેશ સેવક તથા વોર્ડ પ્રમુખ સહિત સંગઠનના  ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા 


મહાન અનુભવોનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું .૧૧ વર્ષમાં કેન્દ્ર સરકારે હાંસલ કરેલી વિવિધ સિદ્ધિઓ, જનકલ્યાણકારી યોજનાઓ અને દેશના વિકાસમાં આપેલા યોગદાનને લોકો સુધી પહોંચાડવાનો હતો. આ કાર્યક્રમના મધ્યમથી સરકારની અલગ અલગ યોજનાઓ લોકોને વધુમાં વધુ લાભ સુધી પહોંચે તે હેતુસર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું

Reporter: admin

Related Post