News Portal...

Breaking News :

બેન્જામિન નેતન્યાહુએ સીરીયાના ગૉલન હાઈટસ ઉપર કબ્જો જમાવી દીધો

2024-12-10 09:44:40
બેન્જામિન નેતન્યાહુએ સીરીયાના ગૉલન હાઈટસ ઉપર કબ્જો જમાવી દીધો


તેલઅવીવ :કોઈપણ દેશમાં અશાંતિ અંતર વિગ્રહો ચાલે ત્યારે બીજો દેશ ઓછામાં ઓછા તેના કેટલાક ભાગ ઉપર કબ્જો જમાવી દે છે. 


બેન્જામિન નેતન્યાહુએ સીરીયાના અંતર વિગ્રહ વિગ્રહનો લાભ લઈ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક તેવી ''ગૉલન હાઈટસ'' ઉપર પુરેપુરો કબ્જો જમાવી દીધો છે. વાસ્તવમાં ૧૯૭૪ માં થયેલા કરારો પ્રમાણે તે પર્વતીય પ્રદેશ બંને દેશો વચ્ચે ''બફર ઝોન'' તરીકે રાખવા કરારો થયા હતા છતાં ઈઝરાયલે તે વિસ્તાર ઉપર સંપુર્ણ કબ્જો જમાવી દીધો છે.આ પુર્વે ગોલન-હાઈટસની તળેટીમાં (ઉપરના ભાગે) રહેલા સીરીયાની સૈનિક ટુકડીઓ ત્યાંથી ખસી દમાસ્કસ તરફ રવાના થઈ હતી. 


તેનો લાભ લઈ ઈઝરાયલી દળોએ સંપુર્ણ રીતે ''ગોલન હાઈટસ'' કબ્જે કરી છે.આ માટે કારણ આપતા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ કહ્યું હતું કે ''સીરીયામાં ચાલતી અશાંતિને ધ્યાનમાં લઈ અમારે અમારી સલામતી માટે આ પગલું ભરવું પડયું છે. ત્યાં સુવ્યવસ્થિત સરકાર સ્થપાશે. ત્યાં સુધી જ અમે તે વિસ્તારમાં રહેશું પછી ખાલી કરી તેને ''બફર ઝોન'' તરીકે સ્વીકારી લેશું. 

Reporter: admin

Related Post