શ્રીનગર: આજથી જમ્મુ અને કાશ્મીરની ખીણમાં આવલી બાબા અમરનાથ ગુફાની યાત્રાનો પ્રારંભ શરુ થયા છે, ગઈ કાલે યાત્રાળુઓનો પહેલો જથ્થો “બમ બમ ભોલે”, “જય બાબા બર્ફાની” અને “હર હર મહાદેવ” ના નારાઓ સાથે જમ્મુના બેઝ કેમ્પથી રવાના થયો હતો.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે સવારે યાત્રાળુઓની પહેલી બેચને લઇ જતા વાહનને લીલી ઝંડી બતાવી હતી. વિસ્તારમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.યાત્રાળુઓની પ્રથમ ટુકડી સમુદ્રથી 12,756 ફૂટની ઉંચાઈ પર સ્થિત પવિત્ર બાબા અમરનાથના દર્શન માટે માટે બેઝ કેમ્પથી નીકળી ગઈ છે. 4,603 શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી શુક્રવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાશ્મીર ખીણ પહોંચી હતી.52 દિવસ ચાલનારી અમરનાથ યાત્રા 19 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે.
અમરનાથ શ્રાઈન બોર્ડની વેબસાઈટ અને પોર્ટલ પર 15 એપ્રિલથી આ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થયું હતું.અધિકારીઓના જણાવ્યા મુજબ યાત્રાળુઓ માટે સુખદ યાત્રા સુનિશ્ચિત કરવા ત્રિ-સ્તરીય સુરક્ષા, એરિયા ડોમિનન્સ, ચોકીઓ સહિતની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, આ વર્ષની યાત્રા માટે 3.50 લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે. ગુફા મંદિરના બે માર્ગો પર 125 જેટલા કમ્યુનીટી કિચન (લંગાર) ની વ્યવસ્થા કરવામાં આવી છે, જેની સાથે 6,000 થી વધુ સ્વયંસેવકો જોડાયેલા છે.
Reporter: News Plus