બરોડા સિટીઝન્સ કાઉન્સિલ તથા વિવિધ દાતાઓના સહયોગથી વડોદરા શહેર તેમજ હાલોલ તાલુકા–ગ્રામ્ય વિસ્તારોના જરૂરિયાતમંદ બાળકો માટે પ્રોગ્રામ આફ્ટર સ્કૂલ સપોર્ટ –પાસ પ્રોજેક્ટ અંતર્ગત આજરોજ રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રમત ઉત્સવમાં કુલ ૨૦૫ બાળકો,શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જે દરમિયાન ટગ ઓફ વોર, પાસિંગ ધ બોલ, શટલ રન, રિલે રેસ, મ્યુઝિકલ ફોર્મ તથા કિકબોક્સિંગ જેવી વિવિધ રમતો યોજાઈ હતી, જેમાં બાળકો અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હરલીન ચાવલા ટ્રસ્ટી–બીસીસી, મમતા સંજય સિંગ - એક્ઝિક્યુટિવ ડિરેક્ટર- બીસીસી, આંતરરાષ્ટ્રીય કિકબોક્સિંગ ખેલાડી ઇશિતા ગાંધી તથા રમતગમત ન્યાયાધીશ તરીકે કવિતા બેન હાજર રહ્યા હતા. મહેમાનો દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે રમતગમતનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિજેતા ટીમ તેમજ બાળકોને સર્ટિફિકેટ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.



Reporter: admin







