ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથ, બલદેવ અને બહેન સુભદ્રાજીનો સ્નાન યાત્રા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
જ્યારે રાજા ઇંદ્રદ્યુમ્ને ભગવાન જગન્નાથ, બલદેવ તથા સુભદ્રાજીની સ્થાપના કરી હતી. ત્યારે તેમણે આ સ્નાન યાત્રા પ્રારંભ કરી હતી. આ દિવસ ભગવાન જગન્નાથનો જન્મ દિવસ માનવામાં આવે છે. આ તહેવાર જ્યેષ્ઠ મહિનાના પૂર્ણ-ચંદ્ર દિવસે યોજાય છે.108 કુંભ વડે સ્નાન કરાવાયું ઇસ્કોન મંદિરમાં આ તહેવાર ખુબ જ ધામધૂમ પૂર્વક ઉજવામાં આવ્યો હતો. જેમાં ભગવાનને કેસૂડાં, ચંદન જેવા સુગંધિત જળથી ભરેલા 108 કુંભ વડે સ્નાન કરાવવામાં આવ્યું હતું.
સાથે સાથે ભક્તો દ્વારા જગન્નાથ ભગવાન ની પ્રસન્નતા માટે કીર્તન પણ કરવામાં આવ્યું હતું.14 દિવસ માટે તેમને કોરન્ટીન કરાયા એવું કહેવાય છે કે, વધુ પડતું સ્નાન કર્યું હોવાથી ભગવાન જગન્નાથને તાવ આવી જાય છે માટે આવનાર 14 દિવસ માટે તેમને કોરન્ટીન કરી દેવામાં આવે છે અને તેમને વિવિધ અને ઉકાળાઓ ભોગ લગાડવામાં આવે છે. આ ભક્તોનો ભાવ છે ભગવાન પ્રત્યેના પ્રેમ નો. ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભગવાન સ્વસ્થ થઇ ભક્તોને દર્શન આપવા રથમાં બિરાજમાન થઇ નગરમાં ફરે છે.
Reporter: News Plus