આગામી 11 જાન્યુઆરીના રોજ કોટંબી ખાતે વર્ષો બાદ ઇન્ટરનેશનલ વનડે ક્રિકેટ મેચ યોજાવવાની છે જેને લઇને અત્યારે કેટલાક ઓનલાઇન વેબસાઇટ પરથી બુકિંગ ની જાહેરાત ના મુદ્દે બરોડા ક્રિકેટ એસોસિયેશન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.

વર્ષો બાદ વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ ખાતે આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી છે જેના માટે હાલમાં આ વન ડે ક્રિકેટ મેચની ટિકિટ બુક કરવા માટે સોશિયલ મીડિયા પર બુક માય શો પર ઓનલાઇન ટિકિટ બુકિંગ માટેની જાહેરાત ફરતી થઇ છે ત્યારે આવી જાહેરાત અંગે બરોડા ક્રિકેટ એસોસિયેશન (BCA) દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે જે મુજબ આવી કોઇ જ ઓનલાઇન ટિકિટ બુકિંગ માટે બુક માય શો સાથે બરોડા ક્રિકેટ એસોસિયેશન દ્વારા કરાર કે ચર્ચા કરવામાં આવી નથી.

બરોડા ક્રિકેટ એસોસિયેશન દ્વારા જે પણ જાહેરાત કરાશે તેની ઓફિશિયલી જાહેરાત વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવશે તે સિવાય જો કોઇ આવા ઓનલાઇન ટિકિટ બુકિંગ છેતરાશે તો તેના માટે બીસીએ જવાબદાર રહેશે નહીં. હા જો છેતરપિંડી થયેલા લોકો ફરિયાદ કરશે તો બરોડા ક્રિકેટ એસોસિયેશન જરુર તેમાં સાક્ષી બનશે કે આવી કોઇ ઓનલાઇન ટિકિટ બુકિંગ એ બીસીએ દ્વારા જાહેર કરાઇ નથી માટે લોકો રાહ જુએ ઓનલાઇન ટિકિટ બુકિંગ માટે બરોડા ક્રિકેટ એસોસિયેશન ઓફિશિયલી જાહેરાત કરશે માટે આવી બુક માય શો પર ઓનલાઇન ટિકિટ બુકિંગ ન કરાવે.
Reporter: admin







