ઢાકા : બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યૂનલે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને દોષીત જાહેર કર્યા છે. તેમના ઉપર માનવતા વિરુદ્ધ ગુનાના 5 આરોપ છે.
આમાં સૌથી નોંધપાત્ર હત્યા, ગુના અટકાવવામાં નિષ્ફળતા અને માનવતા વિરુદ્ધના ગુનાઓ છે. મીડિયા અહેવાલો અનુસાર, શેખ હસીનાને મૃત્યુદંડની સજાનો સામનો કરવો પડી શકે છે. કોર્ટના ચુકાદાનું લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.હસીનાના નિર્ણયને લઈને દેશભરમાં હિંસા ચાલુ છે. સરકારે હાઇ એલર્ટ જાહેર કર્યું છે. ઢાકામાં 15,000 પોલીસ તૈનાત કરવામાં આવી છે અને હિંસક વિરોધીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.શનિવારે મોડી રાત્રે અને રવિવાર સવારની વચ્ચે ઢાકામાં બે બસોને આગ ચાંપી દેવામાં આવી હતી.
ચુકાદા બાદ વધુ હિંસા થવાની આશંકા વચ્ચે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.બદ્દા, સાવર, આશુલિયા અને રંગપુરનો સમાવેશ થાય છે, પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હોવાના વીડિયો કોર્ટમાં પુરાવા તરીકે બતાવવામાં આવ્યા હતા.હસીનાએ કહ્યું - મારા પરના બધા આરોપો ખોટા છેશેખ હસીનાએ તેમના પરના તમામ આરોપોને ખોટા અને બનાવટી ગણાવીને નકારી કાઢ્યા છે. બાંગ્લાદેશ ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ તેમની સામેના કેસની સુનવણી કરી રહી હતી ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું.
Reporter: admin







