વડોદરા : જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓ ને ગોળીઓ મારી ને હત્યા કરતા આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સૂત્રોચાર કરી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઇ છે .

અચાનક જ જમ્મુ-કાશ્મીરમાં પહેલગામમાં થયેલ આતંકી હુમલાથી આખો દેશ ગુસ્સે છે. આ ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે આખો દેશ શોક વ્યક્ત કરી રહ્યો છે. દરેક લોકો આતંકવાદ સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. 2019માં પુલવામા હુમલા બાદ ખીણમાં આ સૌથી મોટો હુમલો છે. સુરક્ષા એજન્સીઓ અનુસાર, આ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા જેને લઈ હિન્દુ સંગઠનો માં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઇ હતી કે ગોળીની સામે ગોળી મારવાનો કાયદો અમલમાં લાવે સાથે હિન્દુઓની સુરક્ષા મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી.



Reporter: