News Portal...

Breaking News :

તાજપુરા ગામના કુવામાં વાંદરાનું બચ્ચાનું રેસ્ક્યુ કરાયું

2025-07-19 12:21:21
તાજપુરા ગામના કુવામાં વાંદરાનું બચ્ચાનું રેસ્ક્યુ કરાયું


વડોદરા : પાદરા તાલુકાના તાજપુરા ગામના કુવામાં એક વાંદરાનું બચ્ચુ પડી ગયુ હતુ. જગદીશ ભાઈ પઢિયાર ધ્વારા સેવા ફાઉન્ડેશન ના હેલ્પલાઈન નંબર પર કોલ કરીને જાણ કરવામાં આવી હતી. 


ત્યાર બાદ સંસ્થા ધ્વારા પાદરા વન વિભાગ ને જાણ કરી ને સેવા ફાઉન્ડેશન ની ટીમ દ્વારા સ્થળ પર પહોચી ને સંસ્થાના રોહિત પરમાર દ્વારા વાંદરા ના બચ્ચા ને આશરે 100 ફુટ ઉંડા કુવા માં ઊતરીને સહી સલામત રેસ્ક્યુ કરી ને પાદરા વન વિભાગના સૂચન મુજબ તેને સલામત સ્થળે રિલીઝ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન બચ્ચા ની રાહ જોઈ રહેલ તેની માં પણ ત્યાં આવી પહોંચી હતી અને બચ્ચા ને સાથે લઈ ગઈ હતી.

Reporter: admin

Related Post