News Portal...

Breaking News :

માછલી પકડવાની જાળમાં મગરના બચ્ચા પકડાયા

2025-07-01 14:49:09
માછલી પકડવાની જાળમાં મગરના બચ્ચા પકડાયા


વડોદરા : શહેર નજીક સોખડા ખુર્દ ગામે માછલી પકડવાની જાળમાં મગરના બચ્ચા પકડાતા તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 




વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સોખડા ખુર્દ ગામે બળિયાદેવ પાછળના તળાવમાં ગઈકાલે માછીમારે જાળ બિછાવી હતી. જેમાં વજનદાર વસ્તુ ફસાઈ હોવાનું જણાતા તેણે ગ્રામજનોને જાણ કરી હતી. 




જાળ બહાર કાઢતા અંદર મગરના 16 જેટલા બચ્ચાઓ ફસાયેલી હાલતમાં નજરે પડ્યા હતા. જેથી પાદરાના કાર્યકર રોકી એ તમામ બચ્ચા ને સુરક્ષિત રીતે બહાર કાઢી ફોરેસ્ટ વિભાગને સોંપ્યા હતા.

Reporter: admin

Related Post