News Portal...

Breaking News :

બાબુજી નેતાઓને દૂર રાખીને, અધિકારીઓની ટીમ સાથે રહીને એકાગ્રતા સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂરો કરવા મથી રહ્યા છે

2025-05-07 11:05:52
બાબુજી નેતાઓને દૂર રાખીને, અધિકારીઓની ટીમ સાથે રહીને એકાગ્રતા સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂરો કરવા મથી રહ્યા છે


રાણાજી, ચેરમેન- મેયરને સાથે રાખીને મીડિયા સામે સીનશોટ કરતા.. 
રાણાજીના રાજમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થવાથી રાજ્ય સરકારે સમયસર એમને વિદાય આપી... 
વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં એવા ઘણા બ્લોકેજ છે, જે શહેરીજનોને ફરી હેરાન કરી શકે...



કોર્પોરેશન દ્વારા કરાઇ રહેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત દેણા ચોકડી પાસે ચાલી રહેલી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને હાઇ સ્પીડ રેલની કામગીરીમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા દેણા ચોકડી પાસેના બ્રિજ નીચે નદીમાં ઉભા કરેલા અવરોધ સ્થળની મ્યુનિ.કમિશનર મહેશ અરુણ બાબુની ટીમે મુલાકાત લીધી હતી. સંબંધિત વિભાગને ચોમાસા પહેલા નદીમાંથી એપ્રોચ દુર કરવાની સુચના આપી હતી. મ્યુનિ.કમિશનરે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને હાઇવેની સમાંતર કાંસનું ડ્રેજીંગ કરવા અને એપ્રોચ રસ્તા પર યોગ્ય સેક્સનની પાઇપ નાંખી પાણીનું વહેણ અવરોધાય નહીં તે રીતે કામગીરી એક માસમાં પૂર્ણ કરવા સૂચના આપાઈ છે. વડોદરા સિંચાઇ વિભાગની ટીમ સાથે જાંબુઆ બ્રિજ પરથી નદીમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરીને નદીનો પટ વધુ પહોળો કરવા જરુરી સુચના અપાઇ હતી. મારેઠા પાસે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા નદીના વહેણમાં તેમના દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીનું પણ તેમણે નિરીક્ષણ કરીને નદીનો પટ મુળ સ્થિતીમાં કરવા સુચના આપી હતી. ત્યારબાદ ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગમાં કોન્ફરન્સ હોલ ખાતે પણ કમિશનરે એક બેઠક યોજી અધિકારીઓને સુચના આપી હતી.

વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં તળાવ અને નાળા અને નદીમાં કામ ચાલી રહ્યું છે. 
બુલેટ ટ્રેન માટેના પ્રોજેક્ટમાં પાણીની રુકાવટ હતી ત્યાં સુચના અપાઇ હતી. 13 પિલ્લર છે તેમાં 7 શહેરમાં અને 6 જિલ્લામાં છે. 15 જૂન પહેલા આ કામ પૂર્ણ કરી દેવાશે. ઉપરાંત હાઇવે ઓથોરીટીના એક જંકશનમાં પાણીનું બ્લોકેજ આવે છે તેની પણ કામગીરી જોઇને સુચના આપી હતી. જાંબુઆ નદીમાં પણ પાણી ના રોકાય તે માટે સુચના આપી હતી. રિવ્યુ મિટીંગમાં આ મામલે અધિકારીઓ સાથે ચર્ચા પણ કરાઇ છે. આજવામાં 35 ટકા કામ થયું છે જે ધીમું છે પણ ઝડપી કામ કરીશું, સિટીમાં જે કાંસ અને નાળા છે તેની સફાઇ પણ કરાશે

મહેશ અરુણ બાબુ, મ્યુનિ.કમિશનર



મ્યુનિ.કમિશનરે હવે જાગી જવાની જરુર છે...
બાબુજી એ હવે જાગી જવાની જરુર છે કારણકે ગયા વર્ષે ભલે 3 વાર પૂર આવ્યું પણ પાણીનો નિકાલ બે દિવસે પણ થતો હતો. આ વખતે લાગતું નથી કે પાણીનો નિકાલ થાય કારણ કે દેણાં ચોકડી પાસે જે બ્લોકેજ છે તે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર પાણી ફેરવી દેશે અને પાણીનો નિકાલ નહીં થાય તો આ વર્ષે પણ પૂર આવશે તે ચોક્કસ વાત છે. કોઇપણ પ્લાન વગર વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરુ કરી દેવાયો છે અને તેને 2 મહિના પુરા થઇ ગયા છે પણ માંડ 60 ટકા કામ થયું છે અને હવે 1 મહિનામાં 40 ટકા કામ થશે કે કેમ તે પ્રશ્ન છે. આજવા સરોવરને ઉંડુ કરવાનું કામ પણ માંડ 35 ટકા થયું છે. દેણા ચોકડી પાસે હાઇવે ઓથોરિટીએ જે બ્લોકેજ કર્યું છે તે સમયસર બાબુજીને દેખાઇ ગયું પણ વિશ્વામિત્રીમાં આવા કેટલા બ્લોકેજ હશે તેની તપાસ કોર્પોરેશને કરી છે ખરી તે સવાલ હવે થઇ રહ્યો છે. નદીના પટમાં ઉભા થઇ ગયેલા માલેતુજારોના બંગલા તથા હોટલ અને મોલના ગેરકાયદેસરના દબાણો હજુ તોડાયા નથી ત્યારે ફરી એક વાર શહેરીજનોના માથે પૂરની આફત આવે તેવી ભીતિ રહી છે.  

પશ્ચિમ વિસ્તાર જળબંબાકાર થાય છે તેનું શું ?
કોર્પોરેશન એમ જ માને છે કે માત્ર વિશ્વામિત્રીમાં જ પૂર આવે છે. પણ હકિકત એ છે કે પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વિશ્વામિત્રીથી દુર છે છતાં બે ઇંચ વરસાદમાં બંને વિસ્તાર જળબંબાકાર થઇ જાય છે. કારણ કે વરસાદી કાંસોની સફાઇ જ થતી નથી તો વરસાદી કાંસો પર ઉભા થઇ ગયેલા ગેરકાયદેસરના દબાણો તોડાતા નથી.પશ્ચિમ વિસ્તારોમાં બાંકોની કાંસની સફાઇ થઇ જ નથી અને ગોરવા-સુભાનપુરા અને ગોત્રીનું પાણી બાંકો કાંસમાં કઇ રીતે જશે તે પ્રશ્ન છે. કાંસની ઉપર અને બંને તરફ દબાણો થઇ ગયા છે જેને પણ તોડાતા નથી. પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં કાંસની સફાઇ થઇ નથી અને દબાણો તોડાયા નથી. શહેરના ચારેય ઝોનમાં વરસાદી કાંસોની સફાઇ હજુ થઇ નથી તો દબાણો પણ તોડાયા નથી.

ઝાંસીની રાણી સર્કલથી હવેલી રોડ, નંદાલયથી કાંસની ઉપર સોસાયટી દ્વારા બાંધકામ કરેલ છે. હાઈટેન્શન લાઇન રોડ,ન્યુ આઈપીસીએલ રોડ,હવેલી-ઝાંસીની રાણી રોડ,ગોત્રી રોડ,ગેરેજવાળા સહિત દુકાનોનું ગેરકાયદેસર પર દબાણ કરવામાં આવેલ છે.

તમામ એજન્સીઓ પાસેથી બેઝિક પુછાયુ...
રિવ્યુ બેઠકમાં તજજ્ઞો અને અધિકારીઓ સાથે સઘન ચર્ચા વિચારણા થઇ હતી. જેમાં પાણીના બ્લોકેજની પણ ચર્ચા કરાઇ હતી અને ચોમાસા પહેલા દુર કરવા જણાવાયું હતું. બુલેટ ટ્રેનના અધિકારીઓને પાણીને અવરોધતા તમામ તત્વોને દુર કરવા તથા પિલરનું સ્ટેટસ શું છે તથા તેની મંજુરી લીધી છે કે કેમ તે સહિતની માહિતી મંગાઇ હતી. આ સાથે વિશ્વામિત્રીમાં સફાઇ કરીને કચરો તો કઢાયો છે પણ નદીને કોયરથી સ્ટેબિલાઇઝેશન કરવું જોઇએ તે વિશે પણ ચર્ચા કરાઇ હતી.રોહિત પ્રજાપતિએ દરેક બેઠકમાં તેમનાં સૂચન આપ્યા હતા.

Reporter: admin

Related Post